________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ દ્વાર
૨૨૭
साधी दधि मंथमैं अराधी रस पंथनिमैं ,
जहां तहां ग्रंथनिमैं सत्ताहीकौ सोर है। ग्यान भान सत्तामै सुधा निधान सत्ताहीमैं ,
सत्ताकी दुरनि सांझ सत्ता मुख भोर है।। सत्ताकौ सरूप मोख सत्ता भूल यहै दोष,
सत्ताके उलंघे धूमधाम चहूं वोर है। सत्ताकी समाधिमैं विराजि रहै सोई साहू,
सत्तातै निकसि और गहै सोई चोर है।। २३।। શબ્દાર્થ - દધિ = દહીં. મંથમેં = વલોવવામાં. રસ પંથ = રસનો ઉપાય. સોર (શોર) = આંદોલન. સત્તા = વસ્તુનું અસ્તિત્વ, મૌજૂદગી. ધૂમધામ ચહૂ વોર = ચાર ગતિમાં ભ્રમણ. સમાધિ = અનુભવ. સાહૂ = ભલો માણસ. ગહૈ = ગ્રહણ
કરે.
અર્થ:- દહીંના મંથનથી ઘીની સત્તા સાધવામાં આવે છે, ઔષધિઓની ક્રિયામાં રસની સત્તા છે, શાસ્ત્રોમાં જ્યાં-ત્યાં સત્તાનું જ કથન છે, જ્ઞાનનો સૂર્ય સત્તામાં છે, અમૃતનો પુંજ સત્તામાં છે, સત્તાને છૂપાવવી એ સાંજના અંધકાર સમાન છે અને સત્તાને મુખ્ય કરવી એ સવારના સૂર્યનો ઉદય કરવા સમાન છે. સત્તાનું સ્વરૂપ જ મોક્ષ છે, સત્તાનું ભૂલવું તે જ જન્મ-મરણ આદિ દોષરૂપ સંસાર છે, પોતાની આત્મસત્તાનું ઉલ્લંઘન કરવાથી ચાર ગતિમાં ભટકવું પડે છે. જે આત્મસત્તાના અનુભવમાં વિરાજમાન છે તે જ ભલો માણસ છે અને જે આત્મસત્તા છોડીને અન્યની સત્તાનું ગ્રહણ કરે છે તે જ ચોર છે. ૨૩.
આત્મસત્તાનો અનુભવ નિર્વિકલ્પ છે. ( સવૈયા એકત્રીસા) जामै लोक-वेद नांहि थापना उछेद नाहि,
पाप पुन्न खेद नांहि क्रिया नांहि करनी। जामैं राग दोष नांहि जामैं बंध मोख नाहि,
जामै प्रभु दास न अकास नांहि धरनी।।
૧-૨. સાંજના અંધકારનો ભાવ એ જણાય છે કે અજ્ઞાનનો અંધકાર વધતો જાય. પ્રભાતના સૂર્યોદયનો
એ ભાવ જણાય છે કે જ્ઞાનનો પ્રકાશ વધતો જાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com