________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
સમયસાર નાટક
आउकर्म गर्यै अवगाहना अटल होइ,
नामकर्म गौतें अमूरतीक पेखियै। अगुरु अलघुरूप होत गोत्रकर्म गर्यै,
अंतराय गौतें अनंत बल लेखियै।। ५३।। શબ્દાર્થ:- નિરાબાધ રસ = શાતા-અશાતાના ક્ષોભનો અભાવ. અટલ અવગાહના = ચારે ગતિના ભ્રમણનો અભાવ. અમૂરતીક = ચર્મચક્ષુઓથી અગોચર. અગુરુ અલઘુ = ન ઉંચ, ન નીચ.
અર્થ:- જ્ઞાનાવરણીય કર્મના અભાવથી કેવળજ્ઞાન, દર્શનાવરણીય કર્મના અભાવથી કેવળદર્શન, વેદનીય કર્મના અભાવથી નિરાબાધતા, મોહનીય કર્મના અભાવથી શુદ્ધ ચારિત્ર, આયુષ્ય કર્મના અભાવથી અટળ અવગાહના, નામકર્મના અભાવથી અમૂર્તિકપણું, ગોત્રકર્મના અભાવથી અગુરુલઘુત્વ અને અંતરાયકર્મનો નાશ થવાથી અનંતવીર્ય પ્રગટ થાય છે. આ રીતે સિદ્ધ ભગવાનમાં અષ્ટ કર્મ રહિત હોવાથી અષ્ટ ગુણ હોય છે. પ૩.
નવમા અધિકારનો સાર પ્રસિદ્ધ છે કે મિથ્યાત્વ જ આસ્રવ બંધ છે અને મિથ્યાત્વનો અભાવ અર્થાત્ સમ્યકત્વ તે સંવર, નિર્જરા તથા મોક્ષ છે અને મોક્ષ આત્માનો નિજસ્વભાવ અર્થાત્ જીવની કર્મમળ રહિત અવસ્થા છે. વાસ્તવમાં વિચારવામાં આવે તો મોક્ષ થતો જ નથી, કેમકે નિશ્ચયનયમાં જીવ બંધાયો નથી-અબંધ છે, અને જ્યારે અબંધ છે ત્યારે છૂટશે શું? જીવનો મોક્ષ થયો એ કથન વ્યવહાર માત્ર છે, નહિ તો તે હમેશાં મોક્ષરૂપ જ છે.
આ વાત જગપ્રસિદ્ધ છે કે જે મનુષ્ય બીજાના ધન ઉપર પોતાનો અધિકાર જમાવે છે, તે મૂર્ખને લોકો અન્યાયી કહે છે. જો તે પોતાની જ સંપત્તિનો ઉપયોગ કરે છે તો લોકો તેને ન્યાયશીલ કહે છે. એવી જ રીતે જ્યારે આત્મા પરદ્રવ્યોમાં અહંકાર કરે છે, ત્યારે તે અજ્ઞાની, મિથ્યાત્વી થાય છે અને જ્યારે આવી ટેવ છોડીને તે આધ્યાત્મિક વિધાનો અભ્યાસ કરે છે તથા આત્મિકરસનો સ્વાદ લે છે ત્યારે પ્રમાદનું પતન કરીને પુણ્ય-પાપનો ભેદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com