________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦
સમયસાર નાટક અર્થ:- હે ભવ્ય જીવો! સમતા સ્વભાવના ધારક સમ્યગ્દષ્ટિ જીવોની દશા તમને કહું છું, જ્યાં શુભાચારની પ્રવૃત્તિ નથી ત્યાં નિર્વિકલ્પ અનુભવપદ રહે છે. ૪૭. જે સર્વ પરિગ્રહ છોડીને મન-વચન-કાયાના ત્રણે યોગોનો નિગ્રહું કરીને બંધપરંપરાનો સંવર કરે છે, જેમને રાગ-દ્વેષ-મોહ રહેતા નથી તેઓ સાક્ષાત્ મોક્ષમાર્ગની સન્મુખ રહે છે. ૪૮. જે પૂર્વબંધના ઉદયમાં મમત્વ કરતા નથી, પુણ્યપાપને એકસરખા જાણે છે, અંતરંગ અને બાહ્યમાં નિર્વિકાર રહે છે. જેમના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણ ઉન્નતિ પર છે. ૪૯. આવી જેમની સ્વાભાવિક દશા છે, તેમને આત્મસ્વરૂપની દુવિધા કેવી રીતે હોઈ શકે? તે મુનિઓ ક્ષપકશ્રેણી ઉપર ચડે છે અને કેવળી ભગવાન બને છે. ૫૦.
સમ્યગ્દષ્ટિ જીવોને વંદન. (દોહરા), इहि विधि जे पूरन भये, अष्टकरम बन दाहि।
तिन्हकी महिमा जो लखै, नमै बनारसि ताहि।। ५१ ।। શબ્દાર્થ:- પૂરન ભયે = પરિપૂર્ણ ઉન્નતિને પ્રાપ્ત થયા. દાહિ = બાળીને. લખે = જાણે.
અર્થ:- જે આ રીતે આઠ કર્મનું વન બાળીને પરિપૂર્ણ થયા છે, તેમનો મહિમા જે જાણે છે તેને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. પ૧.
મોક્ષપ્રાસિનો ક્રમ (છપ્પા છંદ) भयौ सुद्ध अंकूर , गयौ मिथ्यात मूर नसि। क्रम क्रम होत उदोत,
सहज जिम सुकल पक्ष ससि।।
૧. દેખાવમાં નેત્રોની લાલાશ અથવા ચહેરાની વક્રતા રહિત શરીરની મુદ્રા રહે છે અને અંતરંગમાં ક્રોધાદિ વિકાર હોતા નથી.
बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षप्यमेत
नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम्। एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं
पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।।१३।। રૂતિ મોક્ષ નિન્તિ: શા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com