________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
સમયસાર નાટક જ્ઞાની જીવોની દશા (સવૈયા એકત્રીસા) धीरके धरैया भव नीरके तरैया भय,
भीरकै हरैया बरबीर ज्यौं उमहे हैं। मारके मरैया सुविचारके करैया सुख,
___ढारके ढरैया गुन लौसौं लहलहे हैं।। रूपके रिझैया सब के समझैया सब, -
हीके लघु भैया सबके कुबोल सहे हैं। बामके बमैय दुख दामके दमैया ऐसे,
રામકે રમૈયા નર ચાની નીવ વરુદે Êા ૪૬ શબ્દાર્થ - ભવનીર = સંસાર-સમુદ્ર. ભીર = સમૂહ. બરબીર = મહાન યોદ્ધો. ઉમણે = ઉમંગ સહિત–ઉત્સાહિત. માર = કામની વાસના. લાલ = લીલાછમ. રૂપકે રિકૈયા = આત્મસ્વરૂપની રુચિવાળા. લઘુ ભૈયા = નાના બનીને નમ્રતાપૂર્વક ચાલનાર. કુબોલ = કઠોર વચન. બામ = વક્રતા. દુખ દામ, દમૈયા = દુ:ખોની પરંપરાનો નાશ કરનાર. રામકે રમૈયા = આત્મસ્વરૂપમાં સ્થિર થનાર.
અર્થ- જે પૈર્ય ધારણ કરનાર છે, સંસાર-સમુદ્રને તરનાર છે, સર્વ પ્રકારના ભયોનો નાશ કરનાર છે, મહાયોદ્ધા સમાન ધર્મમાં ઉત્સાહી રહે છે, વિષયવાસનાઓને બાળી નાખે છે, આત્મહિતનું ચિંતવન કર્યા કરે છે, સુખ-શાંતિની ચાલ ચાલે છે, સદ્ગુણોના પ્રકાશથી ઝગમગે છે, આત્મસ્વરૂપમાં રુચિ રાખે છે, બધા નયોનું રહસ્ય જાણે છે, એવા ક્ષમા શીલ છે કે બધાના નાના ભાઈ બનીને રહે છે અથવા તેમની સારી-નરસી વાતો સહન કરે છે, હૃદયની કુટિલતા છોડીને સરળ ચિત્તવાળા થયા છે, દુ:ખ-સંતાપના માર્ગે ચાલતા નથી, આત્મસ્વરૂપમાં વિશ્રામ કર્યા કરે છે, એવા મહાનુભાવ જ્ઞાની કહેવાય છે. ૪૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com