________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
સમયસાર નાટક શબ્દાર્થ:- અભિમાની = અહંકાર સહિત. અવિકલપી (અવિકલ્પી) = રાગદ્વિષ રહિત.
અર્થ:- જે જીવ પ્રમાદ સહિત અને અનુભવમાં શિથિલ છે, તેઓ શરીર આદિમાં અહંબુદ્ધિ કરે છે અને જે નિર્વિકલ્પ અનુભવમાં રહે છે તેમના ચિત્તમાં સદા સમતા-રસ રહે છે.૪ર.
जे अविकलपी अनुभवी, सुद्ध चेतना युक्त।
ते मुनिवर लघुकालमैं , हौंहि करमसौं मुक्त।। ४३।। શબ્દાર્થ- સુદ્ધ ચેતના = શુદ્ધ જ્ઞાન-દર્શન.
અર્થ- જે મુનિરાજ વિકલ્પ રહિત છે. અનુભવ અને શુદ્ધ જ્ઞાન-દર્શન સહિત છે, તેઓ થોડા જ સમયમાં કર્મરહિત થાય છે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે છે. ૪૩.
જ્ઞાનમાં સર્વ જીવ એકસરખા ભાસે છે. ( કવિત્ત) जैसैं पुरुष लखै परवत चढ़ि,
भूचर-पुरुष ताहि लघु लग्गै। भूचर-पुरुष लखै ताकौं लघु,
उतरि मिलैं दुहुकौ भ्रम भग्गै।। तैसैं अभिमानी उन्नत लग,
સૌર નીવી તપુર્વ વડા अभिमानीकौं कहैं तुच्छ सब,
ग्यान जगै समता रस जग्गै।। ४४।। શબ્દાર્થ:- ભૂચર = ધરતી પર રહેનાર. લઘુ = નાનો. ઉન્નત લગ = ઊંચું મસ્તક રાખનાર.
અર્થ- જેવી રીતે પર્વત ઉપર ચડેલા મનુષ્યને નીચેનો મનુષ્ય નાનો દેખાય છે અને નીચેના મનુષ્યને પર્વત ઉપર ચડેલો મનુષ્ય નાનો દેખાય છે, પણ જ્યારે તે નીચે આવે છે ત્યારે બન્નેનો ભ્રમ દૂર થઈ જાય છે અને વિષમતા મટી જાય છે, તેવી જ રીતે ઊંચે મસ્તક રાખનાર અભિમાની મનુષ્યને બધા મનુષ્યો તુચ્છ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com