________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ દ્વાર
૨૪૩ મટાડી દે છે અને ક્ષપકશ્રેણી ચડીને કેવળી ભગવાન બને છે. પછી થોડા જ સમયમાં આઠ કર્મ રહિત અને આઠ ગુણ સહિત સિદ્ધપદને પામે છે.
મુખ્ય અભિપ્રાય મમતા દૂર કરવાનો અને સમતા લાવવાનો છે. જેવી રીતે સોનીના સંગે સોનાની જુદી જુદી અવસ્થાઓ થાય છે પરંતુ તેનું સુવર્ણપણું ચાલ્યું જતું નથી, ગાળવાથી પાછું સોનાનું સોનું જ બન્યું રહે છે, તેવી જ રીતે આ જીવાત્મા અનાત્માના સંસર્ગથી અનેક વેશ ધારણ કરે છે, પરંતુ તેનું ચૈતન્યપણું ક્યાંય ચાલ્યું જતું નથી–તે તો બ્રહ્મનું બ્રહ્મ જ બન્યું રહે છે. તેથી શરીરનું મિથ્યા અભિમાન છોડીને આત્મસત્તા અને અનાત્મસત્તાનું પૃથક્કરણ કરવું જોઈએ, એમ કરવાથી થોડા જ સમયમાં આધુનિક બુંદ માત્ર જ્ઞાન અલ્પકાળમાં જ સમુદ્રરૂપ પરિણમન કરે છે અને અવિચળ, અખંડ, અક્ષય, અનભય અને શુદ્ધસ્વરૂપ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com