________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩ર
સમયસાર નાટક तेई परमारथी पुनीत नर आठौं जाम ,
Sામ ૨સ વર્ષે યë પાઠ પઢે હૈરા રૂ૨ી શબ્દાર્થ - ચિઠુટિ = બુદ્ધિ. ચૂનિબેકૉ = પકડવાને-ગ્રહણ કરવાને. કુકથા = ખોટી વાર્તા-સ્ત્રીકથા આદિ. સોમદષ્ટિ = ક્રોધ આદિ રહિત. અલખ = આત્મા.
અર્થ:- જેમની બુદ્ધિ ગુણ ગ્રહણ કરવામાં ચિપિયા જેવી છે, વિકથા સાંભળવાને માટે જેમના કાન મઢેલા અર્થાત્ બહેરા છે, જેમનું ચિત્ત નિષ્કપટ છે, જે મૂદુ ભાષણ કરે છે, જેમની ક્રોધાદિ રહિત સૌમ્યદૃષ્ટિ છે, જે એવા કોમળ સ્વભાવવાળો છે કે જાણે મીણના જ બનેલા છે, જેમને આત્મધ્યાનની શક્તિ પ્રગટ થઈ છે અને પરમ સમાધિ સાધવાને જેમનું ચિત્ત ઉત્સાહી રહે છે, તેઓ જ મોક્ષમાર્ગી છે, તેઓ જ પવિત્ર છે, સદા આત્મ-અનુભવનો રસ દઢ કરે છે અને આત્મ-અનુભવનો જ પાઠ ભણે છે–અર્થાત્ આત્માનું જ રટણ લાગ્યું રહે છે. ૩ર.
સમાધિ વર્ણન (દોહરો) *રામ-રસિક શર રામ-રસ, વરુદન સુનનીં વોટ્ટા
जब समाधि परगट भई, तब दुबिधा नहि कोइ।।३३।। શબ્દાર્થ:- રામ-રસિક = આત્મા. રામ-રસ = અનુભવ. સમાધિ = આત્મામાં લીન થવું. દુવિધા = ભેદ.
અર્થ:- આત્મા અને આત્મ-અનુભવ એ કહેવા-સાંભળવામાં બે છે, પણ જ્યારે આત્મધ્યાન પ્રગટ થઈ જાય છે ત્યારે રસિક અને રસનો અથવા બીજો કોઈ ભેદ રહેતો નથી.૩૩.
૧. જેમ ચિપિયો નાની વસ્તુ પણ ઉપાડી લે છે તે જ રીતે સૂક્ષ્મ તત્ત્વોનું પણ તેમની બુદ્ધિ ગ્રહણ કરે
૨. જેમ મીણ સહજમાં ઓગળી જાય છે અથવા વળી જાય છે તેમ તેઓ પણ થોડામાં જ કોમળ થઈ જાય છે, તત્ત્વની વાત થોડામાં જ સમજી જાય છે, પછી હુઠ કરતા નથી.
* यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतम
तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्। तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽधः
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।।१०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com