________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
સમયસાર નાટક શબ્દાર્થ:- લોકાલોક = સર્વ આકાશ. પરમિતિ = બરાબર. પરવાન ( પ્રમાણ ) = બરાબર. અગનિતિ = અસંખ્યાત. ન્યારી ન્યારી = જુદી જુદી. થિતિ (સ્થિતિ) = ક્યાતી. અસહાય = સ્વાધીન.
અર્થ - આકાશદ્રવ્ય એક છે, તેની સત્તા લોક-અલોકમાં છે, ધર્મ-દ્રવ્ય એક છે, તેની સત્તા લોક-પ્રમાણ છે, અધર્મદ્રવ્ય પણ એક છે, તેની સત્તા પણ લોક-પ્રમાણ છે, કાળના અણુ અસંખ્યાત છે, તેની સત્તા અસંખ્યાત છે, પુદ્ગલ દ્રવ્ય અનંતાનંત છે, તેની સત્તા અનંતાનંત છે, જીવદ્રવ્ય અનંતાનંત છે, તેની સત્તા અનંતાનંત છે, આ છએ દ્રવ્યોની સત્તાઓ જુદી જુદી છે, કોઈ સત્તા કોઈની સાથે મળતી નથી અને એક-મેક પણ થતી નથી. નિશ્ચયનયમાં કોઈ કોઈને આશ્રિત નથી સર્વ સ્વાધીન છે. આ પ્રમાણે અનાદિકાળથી ચાલતું આવ્યું છે. ૨૧.
છ દ્રવ્યથી જ જગતની ઉત્પત્તિ છે. (સવૈયા એકત્રીસા) एई छहौं दर्व इनहीकौ है जगतजाल ,
तामैं पांच जड़ एक चेतन सुजान है। काहूकी अनंत सत्ता काहूसौं न मिलै कोइ,
एक एक सत्तामैं अनंत गुन गान है।। एक एक सत्तामै अनंत परजाइ फिरै,
एकमै अनेक इहि भांति परवान है। यहै स्यादवाद यहै संतनिकी मरजाद ,
यहै सुख पोख यह मोखकौ निदान है।। २२।। શબ્દાર્થ:- જગતજાલ = સંસાર. સુજાન = જ્ઞાનમય. સંતનકી = સપુરુષોની. મરજાદ = સીમા. પોખ = પુષ્ટિ કરનાર. નિદાન = કારણ.
અર્થ:- ઉપર કહેલા જ છ દ્રવ્યો છે, એમનાથી જ જગત ઉત્પન્ન છે. આ છે દ્રવ્યોમાં પાંચ અચેતન છે, એક ચેતનદ્રવ્ય જ્ઞાનમય છે. કોઈની અનંતસત્તા કોઈની સાથે કદી મળતી નથી. પ્રત્યેક સત્તામાં અનંત ગુણસમૂહુ છે અને અનંત અવસ્થાઓ છે, આ રીતે એકમાં અનેક જાણવા. એ જ સ્યાદ્વાદ છે, એ જ પુરુષોનું અખંડિત કથન છે. એ જ આનંદવર્ધક છે અને એ જ જ્ઞાન મોક્ષનું કારણ છે. ૨૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com