________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
સમયસાર નાટક
भोग संयोग वियोग बिथा,
अवलोकि कहै यह कर्मज घेरौ। है जिन्हको अनुभौ इह भांति,
सदा तिनकौं परमारथ नेरौ।।१७।। શબ્દાર્થ-મંડિત = શોભિત. અખંડિત = જે છેદાતો-ભેદાતો નથી તે.
અર્થ- જેઓ વિચારે છે કે મારો આત્મપદાર્થ ચૈતન્યરૂપ છે, અ૭ધ, અભેદ્ય, શુદ્ધ અને પવિત્ર છે, જે રાગ-દ્વેષ-મોહને પુદ્ગલનું નાટક સમજે છે, જે ભોગસામગ્રીના સંયોગ અને વિયોગની આપત્તિઓને જોઈને કહે છે કે આ કર્મભનિત છેએમાં આપણું કાંઈ નથી, એવો અનુભવ જેમને સદા રહે છે, તેમની સમીપ જ મોક્ષ છે. ૧૭.
સમ્યગ્દષ્ટિ જીવ સાધુ છે અને મિથ્યાદષ્ટિ જીવ ચોર છે. (દોહરા)
जो पुमान परधन हरै, सो अपराधी अग्य। जो अपनौ धन व्यौहरै, सो धनपति सरवग्य।।१८।। परकी संगति जौ रचै, बंध बढ़ावै सोइ।
जो निज सत्तामै मगन, सहज मुक्त सो होइ।।१९।। શબ્દાર્થ:- પુમાન = મનુષ્ય. પરધન હર = પરદ્રવ્યને અંગીકાર કરે છે. અગ્ય = મૂર્ખ. ધનપતિ = શાહૂકાર. રચે = લીન થાય.
અર્થ:- જે મનુષ્ય પરદ્રવ્યનું હરણ કરે છે તે મૂર્ખ છે, ચોર છે, જે પોતાના ધનનો ઉપયોગ કરે છે તે સમજણો છે, શાહૂકાર છે. ૧૮. જે પરદ્રવ્યની સંગતિમાં મગ્ન રહે છે તે બંધની પરંપરા વધારે છે અને જે નિજસત્તામાં લીન રહે છે તે સહજમાં જ મોક્ષ પામે છે. ૧૯.
परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान्।
बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः।।७।। अनवरतमनन्तैर्बध्यते सापराधः ।
स्पृशति निरपराधो बंधनं नैव जातु। नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धात्मसेवी।।८।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com