________________
૧૯૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર નાટક
वणी -
जैसैं महिमंडलमै नदीको प्रवाह एक,
ताही अनेक भांति नीरकी ढरनि है । पाथरकौ जोर तहां धारकी मरोर होति,
कांकरकी खांनि तहां झागकी झरनि है । पौंनकी झकोर तहां चंचल तरंग ऊठै,
भूमिकी निचांनि तहां भौरकी परनि है । तैसैं एक आतमा अनंत-रस पुदगल,
दुहूंके संजोगमैं विभावकी भरनि है ।। ३५ ।। शब्दार्थः- पाथर=पत्थर. आग = डीएश. पौंन=पवन. नियनि=ढाण.
અર્થ:- જેવી રીતે પૃથ્વી ઉપર જોકે નદીનો પ્રવાહ એકરૂપ હોય છે, તોપણ પાણીની અનેક અવસ્થાઓ થાય છે, અર્થાત્ જ્યાં પત્થર સાથે અથડાય છે ત્યાં પાણીનો પ્રવાહ વળાંક લે છે, જ્યાં રેતીનો સમૂહ હોય છે ત્યાં ફીણ પડી જાય છે, જ્યાં પવનનો ઝપાટો લાગે છે ત્યાં તરંગો ઊઠે છે, જ્યાં જમીન ઢાળવાળી હોય છે ત્યાં વમળ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે એક આત્મામાં જાતજાતના પુદ્દગલોના સંયોગ થવાથી અનેક પ્રકારની વિભાવપરિણતિ થાય છે. ૩૫.
જડ અને ચૈતન્યનું પૃથપણું (દોહરા )
चेतन लच्छन आतमा, जड़ लच्छन तन-जाल । तनकी ममता त्यागिकै, लीजै चेतन चाल ।। ३६ ।।
અર્થ:- આત્માનું લક્ષણ ચેતના છે અને શરીર આદિનું લક્ષણ જડ છે, તેથી શરીર આદિનું મમત્વ છોડીને શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ કરવું ઉચિત છે. ૩૬.
इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः । रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः।।१४।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com