________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૨૦૧ દોડવું એ જ તેનું કામ છે, તેના ગળા ઉપર જોતર લાગેલું છે જેથી નીકળી શકતો નથી,) દરેક ક્ષણે આરનો માર સહન કરતો મનમાં નાહિંમત થઈ ગયો છે, ભૂખતરસ અને નિર્ભય પુરુષો દ્વારા પ્રાપ્ત કષ્ટ ભોગવે છે, ક્ષણમાત્ર પણ વિસામો લેવાની સ્થિરતા પામતો નથી અને પરાધીન થઈને ચક્કર ફરે છે. ૪૨
સંસારી જીવોની હાલત. (સવૈયા એકત્રીસા) जगतमै डोलैं जगवासी नररूप धरै.
प्रेतकेसे दीप किधौं रेतकेसे थूहे हैं। दीसैं पट भूषन आडंबरसौं नीके फिरि,
फीके छिनमांझ सांझ-अंबर ज्यौं सूहे हैं।। मोहके अनल दगे मायाकी मनीसौं पगे,
डाभकी अनीसौं लगे ओसकेसे फूहे हैं। धरमकी बूझ नांहि उरझे भरममांहि,
नाचि नाचि मरि जांहि मरीकेसे चूहे हैं।। ४३।। શબ્દાર્થ-ડોલે ફરે. પ્રેતકેસે દીપ-સ્મશાનમાં જે દીવો સળગાવવામાં આવે છે. તે. રેતકેસે ચૂહે=રેતીના ઢગલા. નીકે સારા. ફીકે=મલિન. સાંઝ-અંબર=સંધ્યાનું આકાશ. અનલ=અગ્નિ. દરે=બળે. ડાભકી ઘાસની. અની=અણી. ફૂ=ટીપા. બૂઝ ઓળખાણ. મરી-પ્લેગ.
અર્થ:- સંસારી જીવ મનુષ્ય આદિનું શરીર ધારણ કરીને ભટકી રહ્યા છે તે સ્મશાનના દીવા અને રેતીના ટીંબા જેવા ક્ષણભંગુર છે. વસ્ત્ર-આભૂષણ આદિથી સારા દેખાય છે પરંતુ સંધ્યાના આકાશ જેવા ક્ષણવારમાં મલિન થઈ જાય છે. તેઓ મોહની અગ્નિથી બળે છે છતાં પણ માયાની મમતામાં લીન થાય છે અને ઘાસ પર પડેલ ઝાકળના ટીપાની જેમ ક્ષણમાત્રમાં નાશ પામી જાય છે. તેમને પોતાના સ્વરૂપની ઓળખાણ નથી, ભ્રમમાં ભૂલી રહ્યા છે અને પ્લેગના
૧. જલદી ઓલવાઈ જાય છે, કોઇ રોકનાર નથી. ૨. મારવાડમાં પવનના નિમિત્તે રેતીના ટીંબા બને છે અને પાછા મટી જાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com