________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨/૬
સમયસાર નાટક ऐसौ मन भ्रामक सुथिरु आजु कैसै होई,
औरहीकौ चंचल अनादिहीकौ वक्र है।। ५०।। શબ્દાર્થ – પ્રવીણ = ચતુર. સક (શક્ર) = ઇન્દ્ર. ઠાનત = કરે છે. મથાન = વલોણું. તર્ક = છાશ. થાર = થાળી. હાર = માળા. ચક્ર = ચાકડો. ભ્રામક = ભ્રમણ કરનાર. ચંચળ = ચપળ. વક્ર = વાંકું.
અર્થ - આ મન ક્ષણમાત્રમાં પંડિત બની જાય છે, ક્ષણમાત્રમાં માયામાં મલિન થઈ જાય છે, ક્ષણમાત્રમાં વિષયોને માટે દીન બને છે, ક્ષણમાત્રમાં ગર્વથી ઇન્દ્ર જેવું બની જાય છે, ક્ષણમાત્રમાં જ્યાં-ત્યાં દોડે છે અને ક્ષણમાત્રમાં અનેક વેષ કાઢે છે. જેમ દહીં વલોવતાં છાશની ઉથલ-પાથલ થાય છે તેવો કોલાહલ મચાવે છે; નટનો થાળ, રહુંટચક્રની માળ, નદીના પ્રવાહનું વમળ અથવા કુંભારના ચાકડાની જેમ ઘૂમ્યા જ કરે છે. આવું ભ્રમણ કરનારું મન આજે કેવી રીતે સ્થિર થઈ શકે કે જે સ્વભાવથી જ ચંચળ અને અનાદિકાળથી વક્ર છે. ૫).
મનની ચંચળતા ઉપર જ્ઞાનનો પ્રભાવ. (સવૈયા એકત્રીસા) धायौ सदा काल पै न पायौ कहूं साचौ सुख,
रूपसौं विमुख दुखकूपवास बसा है। धरमकौ घाती अधरमकौ संघाती महा,
कुरापाती जाकी संनिपातकीसी दसा है।। मायाकौं झपटि गहै कायासौं लपटि रहै,
भूल्यौ भ्रम-भीरमैं बहीरकौसौ ससा है। ऐसौ मन चंचल पताकासौ अंचल सु,
ग्यानके जगेसौं निरवाण पथ धसा है।। ५१।। શબ્દાર્થ:- ધાયૌ = દોડ્યો. વિમુખ = વિરુદ્ધ. સંઘાતી = સાથી. કુરાપાતી = ઉપદ્રવી. ગહૈ = પકડે. બહીર = શિકારી. સસા (શશા) = સસલું. પતાકા = ધ્વજા. અંચલ = કપડું.
અર્થ - આ મન સુખને માટે સદાય ભટકતું રહ્યું છે પણ કયાંય સાચું સુખ મેળવ્યું નથી. પોતાના સ્વાનુભવના સુખથી વિરુદ્ધ થઈ દુ:ખના કુવામાં પડી રહ્યો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com