________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ દ્વાર
૨૧૩ શબ્દાર્થ - ચરર્ચ = જાણે. ખર્ચ = દૂર કરે. પરચે = ઓળખે. નિરદૌર = સ્થિર. વિશ્વનાથ = સંસારનો સ્વામી. અરઐ = વંદન કરે છે.
અર્થ- જ્ઞાની જીવ ભેદવિજ્ઞાનની કરવતથી આત્મપરિણતિ અને કર્મપરિણતિને ભિન્ન કરીને તેમને જુદીજુદી જાણે છે અને અનુભવનો અભ્યાસ તથા રત્નત્રયનું ગ્રહણ કરીને જ્ઞાનાવરણાદિ કર્મ અથવા રાગ-દ્વેષ આદિ વિભાવનો ખજાનો ખાલી કરી નાખે છે. આ રીતે તે મોક્ષની સન્મુખ દોડે છે. જ્યારે કેવળજ્ઞાન તેની સમીપ આવે છે ત્યારે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મા બની જાય છે અને સંસારનું ભટકવું મટી જાય છે તથા કરવાનું કાંઈ બાકી રહેતું નથી અર્થાત્ કૃતકૃત્ય થઈ જાય છે. આવા ત્રિલોકીનાથને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૨.
સમ્યજ્ઞાનથી આત્માની સિદ્ધિ થાય છે. (સવૈયા એકત્રીસા) काहू एक जैनी सावधान है परम पैनी.
ऐसी बुद्धि छैनी घटमांहि डार दीनी है। पैठी नो करम भेदि दरव करम छेदि,
सुभाउ विभाउताकी संधि सोधि लीनी है।। तहां मध्यपाती होय लखी तिन धारा दोय,
एक मुधामई एक सुधारस-भीनी है। मुधासौं विरचि सुधासिंधुमै मगन भई ,
ऐती सब क्रिया एक समै बीचि कीनी है।।३।। શબ્દાર્થ:- સાવધાન = પ્રમાદ રહિત. પૈની = તીર્ણ. પૈઠી = ઘૂસી. સંધિ = મિલનસ્થાન, મધ્યપાતી = વચ્ચે પડીને. મુધામઈ = અજ્ઞાનમય. સુધારસ = અમૃતરસ. વિરચિ = છોડીને.
प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः
सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य। आत्मानं मग्नमन्तःस्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे
बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ।।२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com