________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ દ્વાર
૨૧૭ પરિણતિનો વિનાશ કરે છે, ચક્રવર્તીને નવનિધિન હોય છે, જ્ઞાની નવભક્તિ ધારણ કરે છે, ચક્રવર્તીને ચૌદ રત્ન હોય છે, જ્ઞાનીઓને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદરૂપ ચૌદ રત્ન હોય છે; ચક્રવર્તીની પટરાણી દિગ્વિજય માટે જવાને સમયે ચપટીથી વજરત્નોનો ભૂકો કરીને ચોક પૂરે છે; જ્ઞાની જીવોની સુબુદ્ધિરૂપ પટરાણી મોક્ષમાં જવાના શુકન કરવા માટે મહામોહરૂપ વજનું ચૂર્ણ કરે છે; ચક્રવર્તીને હાથી, ઘોડા, રથ, પાયદળ એવી ચતુરંગિણી સેના હોય છે, જ્ઞાની જીવોને પ્રત્યક્ષ, પરોક્ષ, નય, પ્રમાણ અને નિક્ષેપ હોય છે. વિશેષ એ છે કે ચક્રવર્તીને શરીર હોય છે પણ જ્ઞાની જીવ દેહથી વિરક્ત હોવાને કારણે શરીરરહિત હોય છે તેથી જ્ઞાની જીવોનું પરાક્રમ ચક્રવર્તી સમાન છે. ૭.
નવ ભક્તિના નામ (દોહરા) श्रवन कीरतन चिंतवन, सेवन बंदन ध्यान।
लघुता समता एकता, नौधा भक्ति प्रवान।।८।। શબ્દાર્થ- શ્રવણ = ઉપાદેય ગુણોનું સાંભળવું. કીરતન ( કીર્તન) = ગુણોનું વ્યાખ્યાન
૧. મહાકાલ અસિ મસિકે સાધન, દેત કાલનિધિ ગ્રંથ મહાન;
માનવ આયુધ ભાંડ નસર૫, સુભગ પિંગલા ભૂષન ખાન. પાંડુક નિધિ સબ ધાન્ય દેત હૈ, કરે શંખ વાજિંત્ર પ્રદાન;
સર્વ રતન નોંકી દાતા, વસ્ત્ર દેત નિધિ પદ્મ મહાન. ૨. નવ ભક્તિના નામ આગળના દોહામાં છે. ૩. ચક્રવર્તીને ચૌદ રત્નોમાં સાત સજીવ રત્ન હોય છે, અને સાત અજીવ હોય છે. તે આ પ્રકારે છે:
દોહરા- સેનાપતિ ગ્રહપતિ થપિત, પ્રોહિત નાગ તુરંગ,
બનિતા મિલિ સાત રતન, હૈ સજીવ સરપંગ. ૧. ચક્ર છત્ર અસિ દંડ મણિ, ચર્મ કાંકણી નામ;
યે અજીવ સાત રતન, ચક્રવર્તી કે ધામ. ૨. ૪. કવિએ ચૌદ રત્નોની સંખ્યા ત્રણ ગુણના ભેદોમાં ગણાવેલ છે. તે સમ્યગ્દર્શનના ઉપશમ,
ક્ષયોપશમ, ક્ષાયિક એ ત્રણ, જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એ પાંચ; અને ચારિત્રના સામાયિક, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસાપરાય અને સંયમસંયમ એ છે, - આવી રીતે બધા મળીને ચૌદ જણાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com