________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૯
મોક્ષ દ્વાર
આત્માના ચેતન લક્ષણનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) निराकार चेतना कहावै दरसन गुन,
साकार चेतना सुद्ध ज्ञान गुनसार है। चेतना अद्वैत दोऊ चेतन दरब मांहि,
सामान विशेष सत्ताहीको विसतार है।। कोऊ कहै चेतना चिहन नाही आतमामैं,
चेतनाके नास होत त्रिविध विकार है। लक्षनको नास सत्ता नास मूल वस्तु नास,
तातै जीव दरबकौ चेतना आधार है।।१०।। શબ્દાર્થ:- નિરાકાર ચેતના = જીવન દર્શનગુણ જે આકાર આદિને જાણતો નથી. સાકાર ચેતના = જીવનો જ્ઞાનગુણ જે આકાર આદિ સહિત જાણે છે. અદ્વૈત = એક. સામાન્ય = જેમાં આકાર આદિનો વિકલ્પ હોતો નથી. વિશેષ = જે આકાર આદિ સહિત જાણે છે. ચિહન (ચિહ્ન) = લક્ષણ. ત્રિવિધ = ત્રણ પ્રકારના વિકાર = દોષ.
અર્થ:- ચૈતન્યપદાર્થ એકરૂપ જ છે, પણ દર્શનગુણને નિરાકાર ચેતના અને જ્ઞાનગુણને સાકાર ચેતના કહે છે. ત્યાં આ સામાન્ય અને વિશેષ બન્ને એક ચૈતન્યના જ ભેદો છે, એક જ દ્રવ્યમાં રહે છે. વૈશેષિક આદિ મતવાદીઓ આત્મામાં
૧-૨. પદાર્થને જાણવા પહેલાં પદાર્થના અસ્તિત્વનું જે કિંચિત્ ભાન થાય છે તે દર્શન છે, દર્શન એ
નથી જાણતું કે પદાર્થ કેવા આકાર કે રંગનો છે, તે તો સામાન્ય અસ્તિત્વ માત્ર જાણે છે તેથી જ દર્શનગુણ નિરાકાર અને સામાન્ય છે. એમાં મહાસત્તા અર્થાત સામાન્ય સત્તાનો પ્રતિભાસ થાય છે. કાર, રંગ આદિનું જાણવુ તે જ્ઞાન છે, તેથી જ્ઞાન સાકાર છે, સવિકલ્પ છે, વિશેષ જાણે છે. એમાં અવાંતર સત્તા અર્થાત વિશેષ સત્તાનો પ્રતિભાસ થાય છે. (વિશેષ સમજવા માટે બૃહદ્ દ્રવ્યસંગ્રહ’ની નં સામU ,' આદિ ગાથાઓનું અધ્યયન કરવું જોઈએ.)
अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजेत्
___ तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत्। तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापका
दात्मा चान्तमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्तु चित्।।४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com