________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૨૦૩ અર્થ - હે ભવ્ય! આ સંસારી જીવો અને આ સંસાર સાથે તમારે કોઈ સંબંધ નથી, તમારા જ્ઞાનઘટમાં સમસ્ત સંસારનો સમાવેશ છે અને તેમાં તમારું જ રાજ્ય છે. ૪૫.
શરીરમાં ત્રણલોકનો વિલાસ ગર્ભિત છે. (સવૈયા એકત્રીસા) याही नर-पिंडमैं विराजै त्रिभुवन थिति,
याहीमै त्रिविधि-परिनामरूप सृष्टि है। याहीमैं करमकी उपाधि दुख दावानल,
याहीमै समाधि सुख वारिदकी वृष्टि है।। याहीमैं करतार करतूतिहीमैं विभूति,
यामैं भोग याहीमैं वियोग यामै घृष्टि है। याहीमै विलास सब गर्भित गुपतरूप,
ताहीकौं प्रगट जाके अंतर सुदृष्टि है।। ४६ ।। શબ્દાર્થ:- નર-પિંડ = મનુષ્ય શરીર. ત્રિવિધ = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ. વારિદ = વાદળું. વૃષ્ટિ – ઘર્ષણ. ગર્ભિત = સમાવેશ.
અર્થ:- આ જ મનુષ્ય શરીરમાં ત્રણ લોક મોજૂદ છે, એમાં જ ત્રણ પ્રકારના પરિણામ છે, એમાં જ કર્મ-ઉપાધિજનિત દુઃખરૂપ અરિ છે, એમાં જ આત્મધ્યાનરૂપ સુખની મેઘવૃષ્ટિ છે, એમાં કર્મનો કર્તા આત્મા છે, એમાં જ તેની ક્રિયા છે, એમાં જ જ્ઞાન-સંપદા છે, એમાં જ કર્મનો ભોગ અથવા વિયોગ છે, એમાં જ સારા કે ખરાબ ગુણોનું સંઘર્ષણ છે અને આ જ શરીરમાં સર્વ વિલાસ ગુપ્ત રીતે સમાયેલા છે. પરંતુ જેના અંતરંગમાં સમ્યજ્ઞાન છે તેને જ સર્વ વિલાસ જણાય છે. ૪૬.
૧. નિર્મળ જ્ઞાનમાં સમસ્ત લોક અલોક ઝળકે છે. ૨. કેડની નીચે પાતાળ લોક, નાભિ તે મધ્યલોક અને નાભિની ઉપર ઊર્ધ્વલોક. ૩. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com