________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨
સમયસાર નાટક ઉંદરોની* જેમ નાચી નાચીને તરત જ મરી જાય છે. ૪૩.
ધનસંપત્તિનો મોહ દૂર કરવાનો ઉપદેશ. (સવૈયા એકત્રીસા) जासौं तू कहत यह संपदा हमारी सो तौ,
साधनि अडारी ऐसैं जैसै नाक सिनकी। ताहि तू कहत याहि पुन्नजोग पाई सो तौ,
नरककी साई है बड़ाई डेढ़ दिनकी।। घेरा मांहि परयौ तू विचारै सुख आंखिनकौ,
माखिनके चुटत मिठाई जैसै भिनकी। एते परि होहि न उदासी जगवासी जीव,
जगमैं असाता हैं न साता एक छिनकी।। ४४ ।। શબ્દાર્થ- અડારી = છોડી દીધું. સાઈ = નાખનાર. ઘેરા = ચક્કર.
અર્થ - હે સંસારી જીવો! જેને તમે કહો છો કે આ અમારું ધન છે, તેને સજ્જનો, જેવી રીતે નાકનો મેલ ખંખેરી નાખવામાં આવે તેમ છોડી દે છે અને પછી ગ્રહણ કરતા નથી. જે ધન તમે પુણ્યના નિમિત્તે મેળવ્યું કહો છો તે દોઢ દિવસની મોટાઈ છે અને પછી નરકમાં નાખનાર છે અર્થાત્ પાપરૂપ છે. તમને એનાથી આંખોનું સુખ દેખાય છે તેથી તમે કુટુંબીજનો વગેરેથી એવા ઘેરાઈ રહો છો જેવી રીતે મિઠાઈ ઉપર માખીઓ ગણગણે છે. આશ્ચર્યની વાત છે કે આટલું હોવા છતાં પણ સંસારી જીવો સંસારથી વિરક્ત થતા નથી. સાચું પૂછો તો સંસારમાં એકલી અશાતા જ છે, ક્ષણમાત્ર પણ શાતા નથી. ૪૪.
લૌકિકજનોનો મોહ દૂર કરવાનો ઉપદેશ. (દોહરા) ए जगवासी यह जगत्, इन्हसौं तोहि न काज। तेरै घटमैं जग बसै, तामैं तेरौ राज।।४५।।
*
જ્યારે ઉંદર ઉપર પ્લેગનું આક્રમણ થાય છે ત્યારે તે દરમાંથી નીકળીને જમીન ઉપર પડે છે અને ખૂબ આકુળતાથી બેએક વાર પટકાઈને તરત જ મરી જાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com