________________
૨૦૦
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સમયસાર નાટક
હાડકાંઓથી ભરેલો છે જાણે ચુડેલોનું નિવાસસ્થાન જ છે. જરાક ધક્કો લાગતાં એવી રીતે ફાટી જાય છે જાણે કાગળનું પડીકું અથવા કપડાની જૂની ચાદર. એ પોતાનો અસ્થિર સ્વભાવ પ્રગટ કરે છે પણ મૂર્ખાઓ એના પ્રત્યે સ્નેહ કરે છે. એ સુખનો ઘાતક અને બુરાઈઓની ખાણ છે. એના જ પ્રેમ અને સંગથી આપણી બુદ્ધિ ઘાણીના બળદ જેવી સંસારમાં ભટકનાર થઈ ગઈ છે.૪૧.
સંસારી જીવોની દશા ઘાણીના બળદ જેવી છે. ( સવૈયા એકત્રીસા) पाटी बांधी लोचनिसौं सकुचै दबोचनिसौं
कोचनिके सोचसौं न बेदै खेद तनकौ । धायबो ही धंधा अरु कंधामांहि लग्यौ जोत,
—
बार बार आर सहै कायर है मनकौ ॥ भूख सहै प्यास सहै दुर्जनको त्रास सहै,
थिरता न गहै न उसास लहै छनकौ । पराधीन घूमै जैसौ कोल्हूको कमेरौ बैल, तैसौई स्वभाव या जगतवासी जनकौ ।। ४२ ।। પટ્ટી. લોનિસોં આંખોથી. સુકઐ= સંકોચાઈ છે. દોડવું. આર એક પ્રકારની અણી. કાયર વિસામો. કમેૌ ( કમાઉ )
નિરંતર
શબ્દાર્થ:- પાટી કોચનિકૈ ચાબુકોના. ધાયબૌ સાહસહીન. ત્રાસ દુઃખ. ઉસાસ
જોડાનારો.
=
=
=
=
=
=
=
અર્થ:- સંસારી જીવોની દશા*
ઘાણીના બળદ જેવી જ થઈ રહી છે. તે આ રીતે છે– નેત્રો ઉ૫૨ પાટો બાંધેલો છે, જગ્યા સાંકડી હોવાથી દબાઈ- સંકડાઈને રહે છે, ચાબુકના મારની બીકથી કષ્ટની જરા પણ દરકાર કરતો નથી,
–
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
* સંસારી જીવોની આંખો ૫૨ અજ્ઞાનની પટ્ટી બાંધેલી છે, તેઓ મર્યાદિત ક્ષેત્રથી આગળ જઈ શકતા નથી એ તેમને માટે દબાવના૨ છે, સ્ત્રી આદિના તીખા વચન ચાબુક છે, વિષય-સામગ્રીને માટે ભટકવું તે તેમનો ધંધો છે, ગૃહસ્થપણું છોડીને નીકળી નથી શકતા એ તેમના ઉપર જોતરું છે, કષાય, ચિંતા વગેરે આર છે, પરિગ્રહનો સંગ્રહ કરવા માટે ભૂખ-તરસ સહન કરે છે, શેઠ, રાજા વગેરેનો ત્રાસ સહન કરવો પડે છે, કર્મોની પરાધીનતા છે, ભ્રમણા કરતાં અનંતકાળ વીતી ગયો પણ એક ક્ષણ માટેય સાચું પ્રાપ્ત કર્યું નહિ.