SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સમયસાર નાટક હાડકાંઓથી ભરેલો છે જાણે ચુડેલોનું નિવાસસ્થાન જ છે. જરાક ધક્કો લાગતાં એવી રીતે ફાટી જાય છે જાણે કાગળનું પડીકું અથવા કપડાની જૂની ચાદર. એ પોતાનો અસ્થિર સ્વભાવ પ્રગટ કરે છે પણ મૂર્ખાઓ એના પ્રત્યે સ્નેહ કરે છે. એ સુખનો ઘાતક અને બુરાઈઓની ખાણ છે. એના જ પ્રેમ અને સંગથી આપણી બુદ્ધિ ઘાણીના બળદ જેવી સંસારમાં ભટકનાર થઈ ગઈ છે.૪૧. સંસારી જીવોની દશા ઘાણીના બળદ જેવી છે. ( સવૈયા એકત્રીસા) पाटी बांधी लोचनिसौं सकुचै दबोचनिसौं कोचनिके सोचसौं न बेदै खेद तनकौ । धायबो ही धंधा अरु कंधामांहि लग्यौ जोत, — बार बार आर सहै कायर है मनकौ ॥ भूख सहै प्यास सहै दुर्जनको त्रास सहै, थिरता न गहै न उसास लहै छनकौ । पराधीन घूमै जैसौ कोल्हूको कमेरौ बैल, तैसौई स्वभाव या जगतवासी जनकौ ।। ४२ ।। પટ્ટી. લોનિસોં આંખોથી. સુકઐ= સંકોચાઈ છે. દોડવું. આર એક પ્રકારની અણી. કાયર વિસામો. કમેૌ ( કમાઉ ) નિરંતર શબ્દાર્થ:- પાટી કોચનિકૈ ચાબુકોના. ધાયબૌ સાહસહીન. ત્રાસ દુઃખ. ઉસાસ જોડાનારો. = = = = = = = અર્થ:- સંસારી જીવોની દશા* ઘાણીના બળદ જેવી જ થઈ રહી છે. તે આ રીતે છે– નેત્રો ઉ૫૨ પાટો બાંધેલો છે, જગ્યા સાંકડી હોવાથી દબાઈ- સંકડાઈને રહે છે, ચાબુકના મારની બીકથી કષ્ટની જરા પણ દરકાર કરતો નથી, – Please inform us of any errors on [email protected] * સંસારી જીવોની આંખો ૫૨ અજ્ઞાનની પટ્ટી બાંધેલી છે, તેઓ મર્યાદિત ક્ષેત્રથી આગળ જઈ શકતા નથી એ તેમને માટે દબાવના૨ છે, સ્ત્રી આદિના તીખા વચન ચાબુક છે, વિષય-સામગ્રીને માટે ભટકવું તે તેમનો ધંધો છે, ગૃહસ્થપણું છોડીને નીકળી નથી શકતા એ તેમના ઉપર જોતરું છે, કષાય, ચિંતા વગેરે આર છે, પરિગ્રહનો સંગ્રહ કરવા માટે ભૂખ-તરસ સહન કરે છે, શેઠ, રાજા વગેરેનો ત્રાસ સહન કરવો પડે છે, કર્મોની પરાધીનતા છે, ભ્રમણા કરતાં અનંતકાળ વીતી ગયો પણ એક ક્ષણ માટેય સાચું પ્રાપ્ત કર્યું નહિ.
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy