________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૯
બંધ દ્વાર
ऐसी देह याहीके सनेह याकी संगतिसौं,
__ रही हमारी मति कोल्हूकेसे बैलकी।। ४०।। શબ્દાર્થ:- ગઢી=નાનો ગઢ કે કિલ્લો. મઢી = નાનું મંદિર-દેરી. કંદરા = ગુફા. સૈલ પહાડ. કલી હૈ કનૈલી = કર્નરના ફૂલની કળી. ઑડી = ઊંડી. ભાંડી. = ખરાબ. કનૌડી = કાણી આંખ. મસૂરતિ=આધાર.
અર્થ:- આ દેહ રેતીના ગઢ સમાન અથવા સ્મશાનની દેરી સમાન છે અને અંદર પર્વતની ગુફા સમાન અંધકારમય છે, ઉપરના ઠાઠમાઠ અને વસ્ત્રાભૂષણોથી સારો દેખાય છે પરંતુ કર્નરની કળી સમાન દુર્ગધવાળો છે, અવગુણોથી ભરેલો, અત્યંત ખરાબ અને કાણી આંખ સમાન નકામો છે, માયાનો સમૂહ અને મેલની મૂર્તિ જ છે, એના જ પ્રેમ અને સંગથી આપણી બુદ્ધિ ઘાણીના બળદ જેવી થઈ ગઈ છે જેથી સંસારમાં સદા ભ્રમણ કરવું પડે છે. ૪૦.
વળીठौर ठौर रकतके कुंड केसनिके झुंड,
हाड़निसौ भरी जैसे थरी है चुरेलकी। नैकुसे धकाके लगै ऐसै फटिजाय मानौ,
___ कागदकी पूरी किधौं चादरि है चैलकी।। सूचै भ्रम वांनि ठानि मूढ़निसौं पहचांनि,
करै सुख हानि अरु खांनि बदफैलकी। ऐसी देह याहीके सनेह याकी संगतिसौं,
है रही हमारी मति' कोल्हूकेसे बैलकी।। ४१।। શબ્દાર્થ- ઠૌર-ઠૌર= ઠેકઠેકાણે. કેસનિકે = વાળના. ઝુંડ = સમૂહ. થરી (સ્થલ) = સ્થાન. ચુરેલ = ચુડેલ. પૂરી = પડીકું વાંનિ = ટેવ. ચેલ = કપડાં. બદફેલ = બૂરા કામ.
અર્થ:- આ દેહમાં ઠેકઠેકાણે લોહીના કુંડ અને વાળના ઝુંડ છે, એ
૧. “થોરસે’ પણ પાઠ છે. ૨. “ગતિ” પણ પાઠ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com