________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૫
બંધ દ્વાર કૌતુક–ખેલ.
અર્થ - શિષ્ય મસ્તક નમાવીને પ્રશ્ન કરે છે કે હે ગુરુજી! આપે મોહકર્મની સર્વ પરિણતિને બંધનું કારણ કહી છે તેથી તે શુદ્ધ ચૈતન્યભાવોથી સદા નિરાળી જ છે. હવે કહો કે બંધનું મુખ્ય કારણ શું છે? બંધ જીવનો જ સ્વાભાવિક ધર્મ છે અથવા એમાં પુદ્ગલ દ્રવ્યનું નિમિત્ત છે? ત્યાં શ્રીગુરુ ઉત્તર આપે છે કે હે ભવ્ય? સાંભળો. ૩૩.
શિષ્યની શંકાનું સમાધાન (સવૈયા એકત્રીસા) जैसैं नाना बरन पुरी बनाइ दीजै हेठ,
उज्जल विमल मनि सूरज-करांति है। उज्जलता भासै जब वस्तुको विचार कीजै,
पुरीकी झलकसौं बरन भांति भांति है।। तैसैं जीव दरबकौं पुग्गल निमित्तरूप,
ताकी ममतासौं मोह मदिराकी मांति है।। भेदग्यान द्रिष्टिसौं सुभाव साधि लीजै तहां,
सांची शुद्ध चेतना अवाची सुख सांति है।। ३४।। શબ્દાર્થ - નાના-બરન=અનેક રંગ. પુરી-ડંક, હેઠ=નીચે. કરાંતિ (ક્રાંતિ)=ચમક. માંતિ = ઉન્મત્તપણું. અવાચી= વચન-અગોચર.
અર્થ- જેમ સ્વચ્છ અને સફેદ સૂર્યકાન્તમણિ અથવા સ્ફટિકમણિની નીચે અનેક પ્રકારના ડંક મૂકવામાં આવે તો તે અનેક પ્રકારના રંગ-બેરંગી દેખાય છે અને જે વસ્તુના અસલ સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો ઉજ્જવળતા જ જણાય છે, તેવી જ રીતે જીવદ્રવ્યમાં પુદ્ગલના નિમિત્તે તેની મમતાના કારણે મો-મદિરાનું ઉન્મત્તપણે થાય છે, પણ ભેદવિજ્ઞાન દ્વારા સ્વભાવ વિચારવામાં આવે તો સત્ય અને શુદ્ધ ચૈતન્યની વચનાતીત સુખ-શાંતિ પ્રતીતમાં આવે છે. ૩૪.
न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककान्तः। तस्मिन्निमित्तं परसंग एव वस्तुस्वभावोऽयमुदेति तावत्।।१३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com