________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦
સમયસાર નાટક ખેંચવાથી લાકડું કપાય છે, તેવી જ રીતે કાળ શરીરને ક્ષણે ક્ષણે ક્ષીણ કરે છે. આમ છતાં પણ અજ્ઞાની જીવ મોક્ષમાર્ગની શોધ કરતો નથી અને લૌકિક સ્વાર્થ માટે અજ્ઞાનનો ભાર ઉપાડે છે, શરીર આદિ પરવસ્તુઓમાં પ્રેમ કરે છે, મન, વચન, કાયાના યોગોમાં અહંબુદ્ધિ કરે છે અને સાંસારિક વિષયભોગોથી જરા પણ વિરક્ત થતો નથી. ર૬. અજ્ઞાની જીવની મૂઢતા ઉપર મૃગજળ અને આંધળાનું દષ્ટાંત. (સવૈયા એકત્રીસા) जैसैं मृग मत्त वृषादित्यकी तपत मांहि,
तृषावंत मृषा-जल कारन अटतु है। तैसैं भववासी मायाहीसौं हित मानि मानि,
ठानि ठानि भ्रम श्रम नाटक नटतु है। आगेकौं धुकत धाइ पीछे बछरा चवाइ,
जैसैं नैन हीन नर जेवरी बटतु है। तैसैं मूढ़ चेतन सुकृत करतूति करै,
रोवत हसत फल खोवत खटतु है।। २७।। શબ્દાર્થ - વૃષાદિત્ય વૃષ* સંક્રાન્તિનો સૂર્ય. તૃષાવંત-તરસ્યો. મૃષા=જૂઠો. અટતુ હૈ=ભટકે છે. નટતુ હૈ=નાચે છે. નૈનહીન નર=આંધળો મનુષ્ય.
અર્થ - જેવી રીતે ગ્રીષ્મકાળમાં સૂર્યનો તીવ્ર આતાપ થતાં તરસ્યું હરણ ઉન્મત્ત થઈને મિથ્યા જળ તરફ નકામું જ દોડે છે, તેવી જ રીતે સંસારી જીવ માયામાં જ કલ્યાણ માનીને મિથ્યા કલ્પના કરીને સંસારમાં નાચે છે, જેવી રીતે આંધળો મનુષ્ય આગળ આગળ દોરડું વણતો જાય અને પાછળ વાછડું ખાતું જાય તો તેનો પરિશ્રમ વ્યર્થ જાય છે, તેવી જ રીતે મૂર્ખ જીવ શુભાશુભ ક્રિયા કરે છે અથવા શુભ ક્રિયાના ફળમાં હર્ષ અને અશુભ ક્રિયાના ફળમાં ખેદ કરીને ક્રિયાનું ફળ ખોઈ નાખે છે. ૨૭.
* જેઠ મહિનામાં સૂર્ય વૃષ સંક્રાન્તિ પર આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com