________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
સમયસાર નાટક
જ્ઞાની જીવ વિષયોમાં નિરંકુશ રહેતા નથી. (ચોપાઈ) ग्यानकला जिनके घट जागी।
ते जगमांहि सहज वैरागी। ग्यानी मगन विषैसुख मांही।
यह विपरीति संभवै नांही।। ४१।। અર્થ:- જેમના ચિત્તમાં સમ્યજ્ઞાનનાં કિરણો પ્રકાશિત થયાં છે તેઓ સંસારમાં સ્વભાવથી જ વીતરાગી રહે છે, જ્ઞાની થઈને વિષયસુખમાં આસક્ત હોય એ ઊલટી રીતે અસંભવ છે. ૪૧.
જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે જ હોય છે. (દોહરા) ग्यान सकति वैराग्य बल, सिव साधैं समकाल।
ज्यौं लोचन न्यारे रहैं, निरखें दोउ नाल।।४२।। શબ્દાર્થ - નિરખૈ=દેખે. નાલ એક સાથે.
અર્થ - જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે ઊપજવાથી સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષમાર્ગને સાધે છે, જેમ કે આંખ જુદી જુદી રહે છે પણ જોવાનું કામ એક સાથે કરે છે.
ભાવાર્થ- જેવી રીતે આંખ જુદી જુદી હોવા છતાં પણ જોવાની ક્રિયા એક સાથે કરે છે, તેવી જ રીતે જ્ઞાન અને વૈરાગ્ય એક જ સાથે કર્મની નિર્જરા કરે છે. જ્ઞાન વિનાનો વૈરાગ્ય અને વૈરાગ્ય વિનાનું જ્ઞાન મોક્ષમાર્ગ સાધવામાં અસમર્થ છે.
૪૨.
અજ્ઞાની જીવોની ક્રિયા બંધનું કારણ અને જ્ઞાની જીવોની ક્રિયા નિર્જરાનું કારણ છે.
(ચોપાઈ) मूढ़ करमकौ करता होवै।
फल अभिलाष धरै फल जोवै।।
कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत्
कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।।२०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com