________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૭૮
સમયસાર નાટક
છે– નીકળી શકતી નથી, જેમ આકરા તાવ અને માથાના શૂળમાં પડેલો મનુષ્ય પોતાનું કાર્ય કરવા માટે સ્વતંત્રતાથી ઊઠી શકતો નથી, તેવી જ રીતે સમ્યગ્ગાની જીવ જાણે છે બધું પણ પૂર્વોપાર્જિત કર્મની જાળમાં ફસાયેલો હોવાથી તેનું કાંઇ વશ ચાલતું નથી અર્થાત્ વ્રત, સંયમ આદિનું ગ્રહણ કરી શકતા નથી. ૮.
મોક્ષમાર્ગમાં અજ્ઞાની જીવ પુરુષાર્થહીન અને જ્ઞાની પુરુષાર્થી હોય છે. ( ચોપાઈ )
जे जिय मोह नींदमैं सोवै ।
ते आलसी निरुद्दिम होवैं ॥।
द्रिष्टि खोलि जे जगे प्रवीना ।
तिनि आलस तजि उद्दिम कीना ।। ९॥
અર્થ:- જે જીવ મિથ્યાત્વની નિદ્રામાં સૂઈ રહે છે તેઓ મોક્ષમાર્ગમાં પ્રમાદી અથવા પુરુષાર્થહીન હોય છે અને જે વિદ્વાન જ્ઞાનનેત્ર ઉઘાડીને જાગૃત થયા છે તેઓ પ્રમાદ છોડીને મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરે છે. ૯.
જ્ઞાની અને અજ્ઞાનીની પરિણતિ ૫૨ દૃષ્ટાંત (સવૈયા એકત્રીસા )
काच बांधै सिरसौं सुमनि बांधि पाइनिसौं,
जानै न गंवार कैसी मनि कैसौ काच है। यही मूढ़ झूठमैं मगन झूठहीकौं दोरै,
झूठी बात मानै पै न जानै कहा साच है ।। मनिकौं परखि जानें जौंहरी जगत मांहि,
जहांको
सचकी समुझि ग्यान लोचनकी जाच है । जु वासी सो तौ तहांको मरम जानै,
जाको जैसौ स्वांग ताकौ ताही रूप नाच है ।। १० ।।
શબ્દાર્થ:- સિ૨=મસ્તક. સુમનિ=રત્ન. પાઈનિસૌં= પગોથી. પરિખ પરીક્ષા. લોચન= નેત્ર. સ્વાંગ=વેષ.
અર્થ:- જેવી રીતે વિવેકહીન મનુષ્ય માથામાં કાચ અને પગમાં રત્ન પહેરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
=