________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૧૮૭ ચિકર હોય છે, કાગડાને લીમડાની લીંબોળી દ્રાક્ષ સમાન પ્રિય હોય છે, બાળકોને લૌકિક વાર્તાઓ (ગપ્પા) શાસ્ત્રની જેમ ચિકર લાગે છે, હિંસક મનુષ્યને હિંસામાં જ ધર્મ દેખાય છે, તેવી જ રીતે મૂર્ખને પુણ્યબંધ જ મોક્ષ સમાન પ્રિય લાગે છે. (એવો અધમ પુરુષ હોય છે ).ર૧.
અધમાધમ પુરુષનો સ્વભાવ ( સવૈયા એકત્રીસા) कुंजरकौं देखि जैसैं रोस करि भूसै स्वान,
रोस करै निर्धन विलोकि धनवंतकौं। रैन के जगैय्याकौं विलोकि चोर रोस करै,
मिथ्यामती रोस करै सुनत सिद्धंतकौं। हंसकौं विलोकि जैसैं काग मन रोस करै,
___ अभिमानी रोस करै देखत महंतकौं। सुकविकौं देखि ज्यौं कुकवि मन रोस करै,
त्यौं ही दुरजन रोस करै देखि संतकौं।।२२।। શબ્દાર્થ:- કુંજર=હાથી. રોસ (રોષ)=ગુસ્સો. સ્વાન=કૂતરો. વિલોકિ=જોઈને. કાગ=કાગડો. દુરજન=અધમમાં પણ અધમ.
અર્થ- જેવી રીતે કૂતરો હાથીને જોઈને ક્રોધિત થઈને ભસે છે, ધનવાન માણસને જોઈને નિર્ધન મનુષ્ય ક્રોધિત થાય છે, રાતે જાગનારને જોઈને ચોર ક્રોધિત થાય છે, સાચું શાસ્ત્ર સાંભળીને મિથ્યાત્વી જીવ ક્રોધિત થાય છે, હંસને જોઈને કાગડો ગુસ્સે થાય છે, મહાપુરુષને જોઈને ઘમંડી મનુષ્ય ક્રોધ કરે છે, સુકવિને જોઈને કુકવિના મનમાં ક્રોધ આવે છે, તેવી જ રીતે સત્પરુષને જોઈને અધમાધમ પુરુષ ગુસ્સે થાય છે. રર.
વળી
सरलकौं सठ कहै वकताकौं धीठ कहै.
विनै करै तासौं कहै धनकौ अधीन है।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com