________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૧૭૭ શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરે છે પણ ફળની અભિલાષા રાખતા નથી અને હૃદયમાં સદા દયાભાવ રાખે છે, નિર્દય હોતા નથી. પ્રમાદ અને પુરુષાર્થહીનતા તો મિથ્યાત્વદશામાં જ હોય છે જ્યાં જીવ મોહનિદ્રાથી અચેત રહે છે, સમ્યકત્વભાવમાં પુરુષાર્થહીનતા નથી. ૬.
ઉદયની પ્રબળતા (દોહરા) जब जाकौ जैसौ उदै, तब सो है तिहि थान।
सकति मरोरै जीवकी, उदै महा बलवान।।७।। શબ્દાર્થ - જાકી= જેના. થાન=સ્થાન. ઉદે ( ઉદય)-કર્મનો વિપાક.
અર્થ - જ્યારે જે જીવનો જેવો ઉદય હોય છે ત્યારે તે જીવ તેની જેમ જ વર્ત છે. કર્મનો ઉદય બહુ જ પ્રબળ હોય છે તે જીવની શક્તિઓને કચડી નાખે છે અને તેને પોતાના ઉદયને અનુકૂળ પરિણમાવે છે. ૭.
ઉદયની પ્રબળતા પર દષ્ટાંત ( સવૈયા એકત્રીસા) जैसैं गजराज पस्यौ कर्दमकै कुंडबीच,
उद्दिम अहूटै पै न छूटै दुख-दंदसौं। जैसैं लोह-कंटककी कोरसौं उरइयौ मीन,
ऐचत असाता लहै साता लहै संदसौं।। जैसैं महाताप सिर वाहिसौं गरास्यौ नर,
तकै निज काज उठि सकै न सुछंदसौं। तैसैं ग्यानवन्त सब जानै न बसाइ कछू,
बंध्यौ फिरै पूरब करम-फल-फंदसौं।।८।। શબ્દાર્થ:- ગજરાજ=હાથી. કઈમ-કીચડ. કંટક કાંટો. કોર=અણી. ઉરઝયો-ફસાયેલી. મીન = માછલી. સંદસૌ = છૂટવાથી.
અર્થ- જેવી રીતે કાદવના ખાડામાં પડેલો હાથી અનેક પ્રયત્નો કરવા છતાં પણ દુઃખથી છૂટતો નથી, જેવી રીતે લોઢાના કાંટામાં ફસાયેલી માછલી દુઃખ પામે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com