________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦
સમયસાર નાટક भोगमैं मगन तब ग्यानकी जगन नाहि,
भोग-अभिलाषकी दसा मिथ्यात अंग है।। तातें विषै-भोगमैं मगन सो मिथ्याती जीव,
भोगसौं उदास सो समकिती अभंग है। ऐसी जानि भोगसौं उदास है मुकति साथै,
यहै मन चंग तौ कठौती मांहि गंग है।।१२।। શબ્દાર્થ- ઉદાસી=વિરક્ત. સરવંગ=તદન. જગન=ઉદય. અભિલાષ ઈચ્છા. મુકિત (મુકતિ)= મોક્ષ. ચંગ (ચંગા)=પવિત્ર. કઠીતી =કથરોટ.
અર્થ - જ્યાં સુધી જીવનો વિચાર શુદ્ધ વસ્તુમાં રમે છે ત્યાં સુધી તે ભોગોથી સર્વથા વિરક્ત રહે છે અને જ્યારે ભોગોમાં લીન થાય છે ત્યારે જ્ઞાનનો ઉદય રહેતો નથી કારણ કે ભોગોની ઈચ્છા અજ્ઞાનનું રૂપ છે. તેથી સ્પષ્ટ છે કે જે જીવ ભોગોમાં મગ્ન રહે છે તે મિથ્યાત્વી છે અને જે ભોગોથી વિરક્ત છે તે સમ્યગ્દષ્ટિ છે. એમ જાણીને ભોગોથી વિરક્ત થઈને મોક્ષનું સાધન કરો! જે મન પવિત્ર હોય તો કથરોટના પાણીમાં નાહવું તે જ ગંગા-સ્નાન સમાન છે અને જો મન મિથ્યાત્વ, વિષયકષાય આદિથી મલિન છે તો ગંગા આદિ કરોડો તીર્થોના સ્નાનથી પણ આત્મામાં પવિત્રતા આવતી નથી. ૧૨.
ચાર પુરુષાર્થ (દોહરા) धरम अरथ अरु काम सिव , पुरुषारथ चतुरंग।
कुधी कलपना गहि रहै, सुधी गहै सरवंग।।१३।। શબ્દાર્થ:- પુરુષારથ= ઉત્તમ પદાર્થ. ચતુરંગ=ચાર. કુધી=મૂર્ખ. સુધી =જ્ઞાની. સરવંગ (સર્વાગ )=પૂર્ણ.
અર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ પુરુષાર્થના ચાર અંગ છે, દુર્બુદ્ધિ જીવ તેમનું મન ફાવે તેમ ગ્રહણ કરે છે અને સમ્યગ્દષ્ટિ જ્ઞાની જીવ સંપૂર્ણ રીતે વાસ્તવિક રૂપમાં અંગીકાર કરે છે. ૧૩.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com