________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા દ્વાર
૧૬૯ શબ્દાર્થ:- સંસે (સંશય) = સંદેહ. ભાનિ=નાશ કરીને. થિતિ ઠાનૈઋસ્થિર કરે. બોધ-રત્નત્રય. તરંગ=લહેર. ઉછા–ઉત્સાહ, ઈમેકઅહીં (સંસારમાં).
અર્થ:- સ્વરૂપમાં સંદેહ ન કરવો એ નિઃશંકિત અંગ છે, શુભ ક્રિયા કરીને તેના ફળની અભિલાષા ન કરવી એ નિઃકાંક્ષિત અંગ છે, દુઃખદાયક પદાર્થ જોઈને ગ્લાનિ ન કરવી એ નિર્વિચિકિત્સા અંગ છે, મૂર્ખાઈ છોડીને તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવો એ અમૂઢદષ્ટિ અંગ છે, બીજાઓના દોષ પ્રગટ ન કરવા એ ઉપગૃહન અંગ છે, ચિત્તની ચંચળતા દૂર કરીને રત્નત્રયમાં સ્થિર થવું તે સ્થિતિકરણ અંગ છે, આત્મસ્વરૂપમાં અનુરાગ રાખવો તે વાત્સલ્ય અંગ છે, આત્માની ઉન્નતિ માટે ઉત્સાહિત રહેવું એ પ્રભાવના અંગ છે, આ આઠ અંગોનું પ્રગટ થયું તે સમ્યકત્વ છે, તે સમ્યકત્વને જે ધારણ કરે છે તે સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ જ મોક્ષ પામે છે અને પછી આ સંસારમાં આવતો નથી.
વિશેષ - જેવી રીતે શરીરના આઠ અંગ* હોય છે અને તે પોતાના અંગી અર્થાત્ શરીરથી પૃથક થતાં નથી અને શરીર તે અંગોથી પૃથક થતું નથી. તેવી જ રીતે સમ્યગ્દર્શનનાં નિ:શંકિત આદિ આઠ અંગ હોય છે અને તે પોતાના અંગી અર્થાત્ સમ્યગ્દર્શનથી પૃથક થતાં નથી અને સમ્યગ્દર્શન આઠ અંગોથી જુદું હોતું નથી-આઠ અંગોનો સમુદાય જ સમ્યગ્દર્શન છે.૬O.
ચૈતન્ય નટનું નાટક (સવૈયા એકત્રીસા) पूर्व बंध नासै सो तो संगीत कला प्रकासै,
नव बंध रुंधि ताल तोरत उछरिकै। निसंकित आदि अष्ट अंग संग सखा जोरि,
समता अलाप चारी करै सुर भरिकै।।
* સિર નિતંબ ઉર પીઠ કર, જુગલ જાગલ પદ ટેક; આઠ અંગ યે તન વિર્ષે, ઔર ઉમંગ અનેક.
रुन्धन बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः
प्राग्बद्धं तु क्षयमुपनयन निर्जरोजृम्भणेन। सम्यग्दृष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं
ज्ञानं भूत्वा नटति गगनाभोगरङ्गं विगाह्य ।। ३०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com