________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા દ્વાર
૧૫૭
યાની પ્રિયા રે પત્ત-સૂની
તરી ન નેપ નિર્નર ટૂનાા કરૂ શબ્દાર્થ જોવૈ=દેખે. સૂની (શૂન્ય)–રહિત. લેપ =બંધ.
અર્થ - મિથ્યાદષ્ટિ જીવ ક્રિયાના ફળની (ભોગોની) અભિલાષા કરે છે અને તેનું ફળ ચાહે છે તેથી તે કર્મબંધનો કર્તા છે. સમ્યજ્ઞાની જીવોની ભોગ આદિ શુભાશુભ ક્રિયા ઉદાસીનતાપૂવર્ક હોય છે તેથી તેમને કર્મનો બંધ થતો નથી અને પ્રતિદિન બમણી નિર્જરા જ થાય છે.
વિશેષ:- અહીં “નિર્જરા દૂની” એ પદ કાવ્યનો પ્રાસ મેળવવાની દૃષ્ટિથી આપ્યું છે, સમ્યગ્દર્શન થયા પછી સમયે સમયે અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. ૪૩.
જ્ઞાનીના અબંધ અને અજ્ઞાનીના બંધ પર કીડાનું દષ્ટાંત (દોહરા), बंधै करमसौं मूढ़ ज्यौं, पाट-कीट तन पेम।
खुलै करमसौं समकिती, गोरख धंधा जेम।।४४ ।। શબ્દાર્થ પાટકરેશમ. કીટકીડો. એમ =જાલ. જેમ=જેવી રીતે.
અર્થ - જેવી રીતે રેશમનો કીડો પોતાના શરીર ઉપર પોતે જ જાળ વીટે છે તેવી જ રીતે મિથ્યાદષ્ટિ જીવ કર્મબંધનને પ્રાપ્ત થાય છે અને જેવી રીતે ગોરખધંધા નામનો કીડો જાળમાંથી નીકળે છે તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ જીવ કર્મબંધનથી મુક્ત થાય છે. ૪૪.
જ્ઞાની જીવ કર્મના કર્તા નથી. (સવૈયા એકત્રીસા) * जे निज पूरब कर्म उदै,
सुख भुंजत भोग उदास रहेंगे।
* त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं
किन्त्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत्। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो
ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः।।२१।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com