________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા દ્વાર
૧૪૧ કરે છે ત્યારે મૃત્યુ પણ અસત્ય જણાય છે અને બીજો જન્મ સત્ય લાગે છે. જ્યારે બીજા જન્મનો વિચાર કરે છે ત્યારે પાછો આ જ ચક્રાવામાં પડી જાય છે- આ રીતે શોધીને જોયું તો આ જન્મ-મરણરૂપ આખો સંસાર જૂઠો જ જૂઠો જણાય છે. ૧૮.
સમ્યજ્ઞાનીનું આચરણ (સવૈયા એકત્રીસા) पंडित विवेक लहि एकताकी टेक गहि,
दुंदज अवस्थाकी अनेकता हरतु है। मति श्रुति अवधि इत्यादि विकलप मेटि,
निरविकलप ग्यान मनमैं धरतु है।। इंद्रियजनित सुख दुखसौं विमुख हैक,
परमके रूप है करम निर्जरतु है। सहज समाधि साधि त्यागि परकी उपाधि,
आतम आराधि परमातम करतु है।।१९।। શબ્દાર્થ:- ટેક હુઠ. હૃદજ વિકલ્પરૂપ, આકુળતારૂપ. મેટિ-દૂર કરીને. સમાધિ ધ્યાન. પરકી ઉપાધિ=રાગ-દ્વેષ-મોહ.
અર્થ:- સમ્યગ્દષ્ટિ જીવ ભેદજ્ઞાન પ્રાપ્ત કરીને એક આત્માનું જ ગ્રહણ કરે છે, દેહાદિથી મમત્વના અનેક વિકલ્પો છોડી દે છે, મતિ, શ્રુત, અવધિ ઈત્યાદિ ક્ષાયોપથમિકભાવ છોડીને નિર્વિકલ્પ કેવળજ્ઞાનને પોતાનું સ્વરૂપ જાણે છે, ઈન્દ્રિયજનિત સુખ દુઃખમાંથી રુચિ ખસેડીને શુદ્ધ આત્મ-અનુભવ કરીને કર્મોની નિર્જરા કરે છે અને રાગ-દ્વેષ-મોહનો ત્યાગ કરીને ઉજ્જવળ ધ્યાનમાં લીન થઈને આત્માની આરાધના કરીને પરમાત્મા થાય છે. ૧૯.
एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन
स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन किलैष सकलं ज्ञानं नयत्येकताम्।।८।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com