________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા દ્વાર
૧૪૩
જ્ઞાનમાં પણ મતિ, શ્રત, આદિ તરંગો છે. સમુદ્ર મહાન હોય છે, જ્ઞાન પણ મહાન હોય છે, સમુદ્ર અપાર હોય છે, જ્ઞાન પણ અપાર છે. સમુદ્રનું જળ નિજાધારે રહે છે, જ્ઞાન પણ નિજાધાર છે. સમુદ્ર પોતાના સ્વરૂપની અપેક્ષાએ એક અને તરંગોની અપેક્ષાએ અનેક હોય છે, જ્ઞાન પણ જ્ઞાયક સ્વભાવની અપેક્ષાએ એક અને શેયોને જાણવાની અપેક્ષાએ અનેક હોય છે. ૨૦.
જ્ઞાનરહિત ક્રિયાથી મોક્ષ થતો નથી. (સવૈયા એકત્રીસા) कोइ क्रूर कष्ट सहैं तपसौं सरीर दहैं,
धूम्रपान करै अधोमुख हेकै झूले हैं। केई महाव्रत गहैं क्रियामैं मगन रहैं,
वहैं मुनिभार पै पयारकैसे पूले हैं। इत्यादिक जीवनकौं सर्वथा मुकति नाहि,
फिरै जगमांहि ज्यौं वयारिके बघूले हैं। जिन्हके हियमै ग्यान तिन्हिहीको निरवान,
करमके करतार भरममै भूले हैं।।२१।। શબ્દાર્થ:- કેઈ=અનેક દૂર=મૂર્ખ. દહેં–બાળે. અધોમુખ હૈ=નીચે માથું અને ઉપર પગ કરીને. બયારિ=હવા. નિરવાન=મોક્ષ.
અર્થ - અનેક મૂર્ખ કાયકલેશ કરે છે, પંચાગ્નિ તપ આદિથી શરીરને બાળે છે, ગાંજો, ચરસ, વગેરે પીવે છે, નીચે મસ્તક અને ઉપર પગ રાખીને લટકે છે, મહાવ્રતનું ગ્રહણ કરીને તપાચરણમાં લીન રહે છે, પરિષહ આદિનું કષ્ટ ઉઠાવે છે; પરંતુ જ્ઞાન વિના તેમની આ બધી ક્રિયા, કણ વિનાના ઘાસના પૂળા જેવી નિસ્સાર છે. આવા જીવોને કદી મોક્ષ મળી શકતો નથી, તેઓ પવનના વંટોળિયાની
क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः
क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरं। साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com