________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
સમયસાર નાટક જેમ સંસારમાં ભટકે છે-કયાંય ઠેકાણું પામતા નથી. જેમના હૃદયમાં સમ્યજ્ઞાન છે, તેમને જ મોક્ષ છે; જે જ્ઞાનશૂન્ય ક્રિયા કરે છે તેઓ ભ્રમમાં ભૂલેલા છે. ૨૧.
વ્યવહારલીનતાનું પરિણામ. (દોહરો) लीन भयौ विवहारमैं, उकति न उपजै कोइ।
વીન મયૌ પ્રમુખ નરૈ, મુતિ હાસીં છોડું ? ૨૨ાા શબ્દાર્થ- ઉકતિ=ભેદજ્ઞાન. કહાસૌ કેવી રીતે.
અર્થ - જે ક્રિયામાં લીન છે, ભેદવિજ્ઞાન રહિત છે અને દીન થઈને ભગવાનનાં ચરણોનો જાપ કરે છે અને એનાથી જ મોક્ષની ઈચ્છા રાખે છે તે આત્માનુભવ વિના મોક્ષ કેવી રીતે મેળવી શકે? ૨૨.
વળી-(દોહરો) प्रभु सुमरौ पूजौ पढ़ौ करौ विविध विवहार।
मोख सरूपी आतमा, ग्यानगम्य निरधार।।२३।। શબ્દાર્થ- સુમરી સ્મરણ કરો. વિવિધ વિવહાર જુદા જુદા પ્રકારનું ચારિત્ર.
અર્થ - ભગવાનનું સ્મરણ કરવાથી, પૂજા-સ્તુતિ કરવાથી અથવા અનેક પ્રકારનું ચારિત્ર ગ્રહણ કરવાથી કાંઈ થઈ શકતું નથી, કેમ કે મોક્ષ-સ્વરૂપ આત્મા અનુભવ-જ્ઞાનગોચર છે. ૨૩.
જ્ઞાન વિના મોક્ષમાર્ગ જાણી શકાતો નથી. (સવૈયા એકત્રીસા) काज विना न करै जिय उद्यम,
लाज विना रन मांहि न जूझै। डील विना न सधै परमारथ,
सील विना सतसौं न अरूझै।। नेम विना न लहै निहचै पद,
प्रेम विना रस रीति न बूझै।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com