________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
નિર્જરા દ્વાર
શબ્દાર્થ:- પુનિત=પવિત્ર. દહૈ=બાળે. આસ=આશા. ડૈ ( માંડૈ )=કરે. નિરોધિ–રોકીને. વિઠું=ખેરવે. ભાર=જન્મ.
અર્થ:- અનુભવરૂપ ચિંતામણિ રત્નનો પ્રકાશ જેના હૃદયમાં થઈ જાય છે તે પવિત્ર આત્મા ચતુર્ગતિ ભ્રમણરૂપ સંસારનો નાશ કરીને મોક્ષપદ પામે છે. તેનું આચરણ ઈચ્છા રહિત હોય છે, તે કર્મોનો સંવ૨ અને પૂર્વકૃત કર્મોની નિર્જરા કરે છે. તે અનુભવી જીવને રાગ-દ્વેષ, પરિગ્રહનો ભાર અને ભાવી જન્મ કાંઈ ગણતરીમાં નથી અર્થાત્ અલ્પકાળમાં જ તે સિદ્ધપદ પામશે. ૨૮.
સમ્યગ્દર્શનની પ્રશંસા (સવૈયા એકત્રીસા)
जिन्हके हियेमैं सत्य सूरज उदोत भयौ,
फैली मति किरन मिथ्यात तम नष्ट है। जिन्हकी सुदिष्टिमै न परचै विषमतासौं,
समतासौं प्रीति ममतासौं लष्ट पुष्ट है ।। जिन्हके कटाक्षमै सहज मोखपंथ सधै,
मनकौ निरोध जाके तनकौ न कष्ट है ॥ तिन्हके करमकी कलोलै यह है समाधि,
डोलै यह जोगासन बोलै यह मष्ट है ।। २९ ।।
૧૪૭
શબ્દાર્થ:- ૫૨ચૈ( પરિચય )=સંબંધ. વિષમતા=રાગ-દ્વેષ. સમતા=વીતરાગતા. લષ્ટ પુષ્ટ=વિરુદ્ધ. કટાક્ષ=નજર. કરમકી કલોલૈ=કર્મના ઝપાટા. સમાધિ=ધ્યાન. ડોલૈ=ફરે. મષ્ટ=મૌન.
અર્થ:- જેમના હૃદયમાં અનુભવનો સત્ય સૂર્ય પ્રકાશિત થયો છે અને સુબુદ્ધિરૂપ કિરણો ફેલાઈને મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરે છે; જેમને સાચા શ્રદ્ધાનમાં રાગ-દ્વેષ સાથે સંબંધ નથી, સમતા પ્રત્યે જેમને પ્રેમ અને મમતા પ્રત્યે દ્વેષ છે; જેમની દૃષ્ટિ માત્રથી મોક્ષમાર્ગ સધાય છે અને જે કાયકલેશ આદિ વિના મન આદિ યોગોનો નિગ્રહ કરે છે, તે સમ્યગ્નાની જીવોને વિષય-ભોગ પણ સમાધિ છે, હાલવું-ચાલવું એ યોગ અથવા આસન છે અને બોલવું-ચાલવું એ જ મૌનવ્રત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com