________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
સમયસાર નાટક ભાવાર્થ- સમ્યજ્ઞાન પ્રગટ થતાં જ ગુણશ્રેણિ નિર્જરા પ્રગટ થાય છે; જ્ઞાની જીવ ચારિત્રમોહના પ્રબળ ઉદયમાં જોકસંયમ લેતા નથી-અવ્રતની દશામાં રહે છેતોપણ કર્મનિર્જરા થાય જ છે અર્થાત વિષય આદિ ભોગવતાં. હાલતાં-ચાલતાં અને બોલતાં-ચાલતાં છતાં પણ તેમને કર્મ ખરે છે. જે પરિણામ, સમાધિ, યોગ, આસન, મૌનનું છે તે જ પરિણામ જ્ઞાનીને વિષય-ભોગ, હાલ-ચાલ અને બોલચાલનું છે, સમ્યકત્વનો આવો જ અટપટો મહિમા છે. ૨૯.
પરિગ્રહના વિશેષ ભેદ કથન કરવાની પ્રતિજ્ઞા. (સવૈયા એકત્રીસા) आतम सुभाउ परभावकी न सुधि ताकौं,
जाकौ मन मगन परिग्रहमै रह्यो है। ऐसौ अविवेकको निधान परिग्रह राग,
___ ताकौ त्याग इहालौ समुच्चैरूप कह्यो है।। अब निज पर भ्रम दूरि करिवैकै काज,
बहुरौं सुगुरु उपदेशको उमह्यो है। परिग्रह त्याग परिग्रहको विशेष अंग,
कहिवैकौ उद्दिम उदार लहलह्यो है।।३०।। શબ્દાર્થ- સુધિ ખબર. અવિવેક =અજ્ઞાન. રાગ=પ્રેમ. સમુચ્ચે સમગ્ર. ઉમલ્યો હૈ તત્પર થયો છે. કહિકૌ=કહેવાને.
અર્થ- જેનું ચિત્ત પરિગ્રહમાં રમે છે તેને સ્વભાવ-પરભાવની ખબર રહેતી નથી; તેથી પરિગ્રહનો પ્રેમ અજ્ઞાનનો ખજાનો જ છે. તેનો અહીં સુધી સામાન્ય રીતે સમગ્રપણે ત્યાગ કહ્યો છે, હવે શ્રીગુરુ નિજ-પરનો ભ્રમ દૂર કરવા માટે પરિગ્રહ અને પરિગ્રહના વિશેષ ભેદ કહેવાને ઉત્સાહપૂર્વક સાવધાન થયા છે. ૩૦.
इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम्। अज्ञानमुज्ज्ञितुमना अधुना विशेषाद् भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः।।१३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com