________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
સમયસાર નાટક આત્મ-અનુભવ ગ્રહણ કરવાની શિખામણ. (દોહરા) * जो पद भौपद भय हरै, सो पद सेऊ अनूप।
जिहि पद परसत और पद, लगै आपदारूप।।१७।। શબ્દાર્થ:- ભી (ભવ)=સંસાર. સેઉ=સ્વીકાર કરો. અનૂપsઉપમા રહિત. પરસત (સ્પર્શત )=ગ્રહણ કરતાં જ. આપદા કષ્ટ.
અર્થ:- જે જન્મ-મરણનો ભય દૂર કરે છે, ઉપમા રહિત છે, જેનું ગ્રહણ કરવાથી બીજાં બધાં પદ* વિપત્તિરૂપ ભાસવા લાગે છે તે આત્મ-અનુભવરૂપ પદને અંગીકાર કરો. ૧૭.
સંસાર સર્વથા અસત્ય છે. (સવૈયા એકત્રીસા) जब जीव सोवै तब समुझै सुपन सत्य,
वहि झूठ लागै तब जागै नींद खोइकै। जागै कहै यह मेरौ तन यह मेरी सौंज,
ताहू झूठ मानत मरन-थिति जोइकै।। जानै निज मरम मरन तब सूझै झूठ,
बूझै जब और अवतार रूप होइकै। वाहू अवतारकी दसामैं फिरि यहै पेच,
याही भांति झूठौ जग देख्यौ हम टोइकै।।१८।। શબ્દાર્થ- સૌજ =વસ્તુ. અવતાર=જન્મ. ટોઈકૈ=શોધીને.
અર્થ - જ્યારે જીવ સૂવે છે ત્યારે સ્વપ્નને સત્ય માને છે, જ્યારે જાગે છે ત્યારે તે જૂઠું જણાય છે. શરીર કે ધન-સામગ્રીને પોતાની ગણે છે, પછી મૃત્યુનો ખ્યાલ કરે છે ત્યારે તેને પણ જૂઠી માને છે. જ્યારે પોતાના સ્વરૂપનો વિચાર
*ઈન્દ્ર, ધરણેન્દ્ર, નરેન્દ્રાદિ.
* एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्।
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः।।७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com