________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૯
નિર્જરા દ્વાર
જીવની જાગૃત દશા ( સવૈયા એકત્રીસા) चित्रसारी न्यारी परजंक न्यारौ सेज न्यारी,
चादरि भी न्यारी इहां झूठी मेरी थपना। अतीत अवस्था सैन निद्रा वाहि कोऊ पै,
न विद्यमान पलक न यामै अब छपना।। स्वास औ सुपन दोऊ निद्राकी अलंग बूझै,
सुझै सब अंग लखि आतम दरपना। त्यागी भयौ चेतन अचेतनता भाव त्यागि,
भालै दृष्टि खोलिक संभालै रूप अपना।। १५ ।। શબ્દાર્થ - થપના= સ્થાપના. અતીત=ભૂતકાળ. નિદ્રાવાહિનિદ્રામાં પડેલો. યામંત્રએમાં. છપના=લગાડવું. અલંગ-સંબંધ. દરપના=દર્પણ. ભાલ–દેખે.
અર્થ - જ્યારે સમ્યજ્ઞાન પ્રગટ થયું ત્યારે જીવ વિચારે છે કે શરીરરૂપ મહેલ જાદો છે, કર્મરૂપ પલંગ જાદો છે, માયારૂપ પથારી જુદી છે, કલ્પનારૂપ ચાદર જુદી છે, આ નિદ્રાવસ્થા મારી નથી-પૂર્વકાળમાં નિદ્રામાં પડેલી મારી બીજી જ પર્યાય હતી. હવે વર્તમાનની એક પળ પણ નિદ્રામાં નહિ વીતાવું, ઉદયનો નિ:શ્વાસ અને વિષયનું સ્વપ્ન-એ બન્ને નિદ્રાના સંયોગથી દેખાતા હતા. હવે આત્મારૂપ દર્પણમાં મારા સમસ્ત ગુણો દેખાવા લાગ્યા. આ રીતે આત્મા અચેતન ભાવોનો ત્યાગી થઈને જ્ઞાનદષ્ટિથી જોઈને પોતાનું સ્વરૂપ સંભાળે છે. ૧૫.
જાગૃત દશાનું ફળ (દોહરા) इहि विधि जे जागे पुरुष, ते शिवरूप सदीव।
जे सोवहि संसारमैं , ते जगवासी जीव।।१६।। શબ્દાર્થ:- ઈહવિધિ=આ પ્રકારે. જાગે સચેત થયા. તેeતેઓ. સદીવ (સદૈવ )=હંમેશાં. જગવાસી સંસારી.
અર્થ- જે જીવ સંસારમાં આ રીતે આત્મ-અનુભવ કરીને સચેત થયા છે તે હંમેશાં મોક્ષરૂપ જ છે અને જે અચેત થઈને સૂઈ રહ્યા છે તે સંસારી છે. ૧૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com