________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
સમયસાર નાટક પતિની પાસે રહે તોપણ તેનું ચિત્ત વારમાં જ રહે છે–પતિ ઉપર પ્રેમ રહેતો નથી અથવા જેવી રીતે ધાવ બાળકને દૂધ પીવડાવે, લાલન-પાલન કરે, અને ગોદમાં લે છે તો પણ તેને બીજાનો જાણે છે, તેવી જ રીતે જ્ઞાની જીવ ઉદયની પ્રેરણાથી* જાતજાતની શુભાશુભ ક્રિયા કરે છે પરંતુ તે ક્રિયાને આત્મસ્વભાવથી ભિન્ન કર્મજનિત માને છે, તેથી સમ્યજ્ઞાની જીવને કર્મકાલિમાં લાગતી નથી. ૪. વળી,
जैसैं निसि वासर कमल रहै पंकहीमैं ,
पंकज कहावै पै न वाकै ढिग पंक है। जैसैं मंत्रवादी विषधरसौं गहावै गात,
मंत्रकी सकति वाकै विना-विष डंक है।। जैसैं जीभ गहै चिकनाई रहै रूखे अंग,
पानीमैं कनक जैसैं काईसौं अटक है। तैसैं ग्यानवंत नानभांति करतूति ठानै,
किरियाकौ भिन्न मानै यातै निकलंक है।।५।। શબ્દાર્થ- નિસિ (નિશિ)=રાત્રિ. વાસર-દિવસ. પંક=કાદવ. પંકજ=કમળ. વિષધર=સાપ. ગાત=શરીર. કાઈ= કાટ-અટંકકરહિત.
અર્થ - જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે અને રાત-દિવસ કાદવમાં રહે છે પરંતુ તેના ઉપર કાદવ ચોંટતો નથી અથવા જેમ મંત્રવાદી પોતાના શરીર ઉપર સાપ દ્વારા ડંખ દેવડાવે છે પણ મંત્રની શક્તિથી તેના ઉપર વિષ ચડતું નથી અથવા જેમ જીભ ચીકણા પદાર્થ ખાય છે પણ ચીકણી થતી નથી, લૂખી રહે છે અથવા જેમ સોનું પાણીમાં પડ્યું રહે તોપણ તેના પર કાટ લાગતો નથી; તેવી જ રીતે જ્ઞાની જીવ ઉદયની પ્રેરણાથી જાતજાતની શુભાશુભ ક્રિયાઓ કરે છે. પરંતુ તેને આત્મસ્વભાવથી ભિન્ન કર્યજનિત માને છે તેથી સમ્યજ્ઞાની જીવને કર્મકાલિમાં લાગતી નથી. ૫.
* ગૃહવાસી તીર્થકર, ભરત ચક્રવર્તી, રાજા શ્રેણિક વગેરેની જેમ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com