________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
સમયસાર નાટક નિર્ણય કરે છે. તેઓ આત્મ-અનુભવ કરીને જિન-સ્વરૂપમાં સ્થિર થાય છે તથા સંસાર-સમુદ્રથી પોતે સ્વયં તરે છે અથવા બીજાઓને તારે છે. આ રીતે આત્મતત્ત્વ સિદ્ધ કરીને કર્મોની જાળ દૂર કરે છે અને મોક્ષનો આનંદ પ્રાપ્ત કરે છે. ૭.
સમ્યજ્ઞાન વિના સંપૂર્ણ ચારિત્ર નકામું છે. (સવૈયા એકત્રીસા) जो नर सम्यकवंत कहावत,
सम्यकग्यान कला नहि जागी। आतम अंग अबंध विचारत,
धारत संग कहै हम त्यागी।। भेष धरै मुनरािज-पटंतर,
अंतर मोह-महानल दागी। सुन्न हिये करतति करै पर,
सो सठ जीव न होय विरागी।।८।। શબ્દાર્થ:- સંગ પરિગ્રહ. પટંતર (પટતર)=સમાન. મહાનલકતીવ્ર અગ્નિ. દાગી=ધગે છે. સુન્ન હિયે શૂન્ય હૃદયે. સઠ મૂર્ખ.
અર્થ - જે મનુષ્યને સમ્યજ્ઞાનનું કિરણ તો પ્રગટ થયું નથી અને પોતાને સમ્યગ્દષ્ટિ માને છે, તે નિજાભસ્વરૂપનું અબંધરૂપ ચિંતવન કરે છે, શરીર આદિ પરવસ્તુમાં મમત્વ રાખે છે અને કહે છે કે અમે ત્યાગી છીએ. તે મુનિરાજ જેવો વેષ ધારણ કરે છે પરંતુ અંતરંગમાં મોહની મહાજ્વાળા સળગે છે, તે શૂન્ય-હૃદય
૧. જીવે અનાદિકાળથી દેહાદિ પર વસ્તુઓને પોતાની માની લીધી હતી તે હઠ છોડી દે છે અને
પોતાના આત્માને તેમનાથી જુદો માનવા લાગે છે. ૨. ધર્મોપદેશ આપીને. ૩. નિશ્ચયનયનો એકાંત પક્ષ લઈને.
सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्या
__दित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु। आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा
आत्मानात्मावगमविरहात् सन्ति सम्यक्त्वरिक्ताः।।५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com