________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
સમયસાર નાટક
પરપદાર્થોને ત્યાગી દે છે. ૧૦.
મોક્ષનું મૂળ ભેદવિજ્ઞાન છે. (છપ્પા છંદ) प्रगटि भेद विग्यान, आपगुन परगुन जाने। पर परनति परित्याग, सुद्ध अनुभौ थिति ठानै।। करि अनुभौ अभ्यास, सहज संवर परगासै। आस्रव द्वार निरोधि, करमघन-तिमिर विनासै।। छय करि विभाव समभाव भजि,
निरविकलप निज पद गहै। निर्मल विसुद्धि सासुत सुथिर
- પરમ મતદ્રિય સુરવે નદૈ ??? શબ્દાર્થ:- પરિત્યાગ=છોડીને. થિતિ ડાનૈઋસ્થિર કરે. પરગાર્સ (પ્રકાશ)=પ્રગટ કરે. નિરોધિ=રોકીને. તિમિર=અંધકાર. સમભાવ=સમતાભાવ. ભજિ=ગ્રહણ કરીને. સાસુત (શાશ્વત)=સ્વયંસિદ્ધ. સુથિર=અચળ, અતીન્દ્રિય=જે ઈન્દ્રિય-ગોચર ન હોય તે.
અર્થ - ભેદવિજ્ઞાન આત્માના અને પરદ્રવ્યોના ગુણોને સ્પષ્ટ જાણે છે, પદ્રવ્યોમાંથી પોતાપણું છોડીને શુદ્ધ અનુભવમાં સ્થિર થાય છે અને તેનો અભ્યાસ કરીને સંવરને પ્રગટ કરે છે, આસ્રવદ્વાનો નિગ્રહ કરીને કર્મભનિત મહા અંધકાર નષ્ટ કરે છે, રાગ-દ્વેષ આદિ વિભાવ છોડીને સમતાભાવ ગ્રહે છે અને વિકલ્પરહિત પોતાનું પદ પ્રાપ્ત કરે છે તથા નિર્મળ, શુદ્ધ, અનંત, અચળ અને પરમ અતીન્દ્રિય સુખ પ્રાપ્ત કરે છે. ૧૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com