________________
૧૨૬
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં ભેદજ્ઞાન હેય છે (દોહરો )
भेदग्यान तबलौं भलौ, जबलौं मुकति न होइ । परम जोति परगट जहां, तहां न विकलप कोइ ॥ ७ ॥ શબ્દાર્થ:- તબલૌ= ત્યાં સુધી. ભલૌ=સારું. ૫૨મ જોતિ–ઉત્કૃષ્ટ જ્ઞાન. પરગટ (પ્રગટ )=પ્રકાશિત.
અર્થ:- ભેદવિજ્ઞાન ત્યાં સુધી જ પ્રશંસનીય છે જ્યાં સુધી મોક્ષ અર્થાત્ શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ ન થાય અને જ્યાં જ્ઞાનની ઉત્કૃષ્ટ જ્યોતિ પ્રકાશમાન છે ત્યાં કોઈ પણ વિકલ્પ નથી. (ભેદવજ્ઞાન તો રહેશે જ કેવી રીતે ?) ૭.
ભેદજ્ઞાન ૫રં૫રા મોક્ષનું કારણ છે. ( ચોપાઈ ) * भेदज्ञान संवर जिन्ह पायौ ।
सो चेतन सिवरूप कहायौ ।। भेदग्यान जिन्हके घट नांही । ते जड़ जीव बंधै घट मांही ॥ ८ ॥ શબ્દાર્થ:- ચેતન=આત્મા. સિવરૂપ=મોક્ષરૂપ. ઘટ=હૃદય.
સમયસાર નાટક
અર્થ:- જે જીવોએ ભેદવિજ્ઞાનરૂપ સંવર પ્રાપ્ત કર્યો છે તેઓ મોક્ષરૂપ જ કહેવાય છે, અને જેના હૃદયમાં ભેદવિજ્ઞાન નથી તે મૂર્ખ જીવો શરીર આદિથી બંધાય છે. ૮.
ભેદજ્ઞાનથી આત્મા ઉજ્જવળ થાય છે. (દોહરા )
भेदग्यान साबू भयौ, समरस निरमल नीर। धोबी अंतर आतमा, धोवै निजगुन चीर ॥९॥
શબ્દાર્થ:- સમરસ=સમતાભાવ. નીર=પાણી. અંતરઆતમા=સમ્યગ્દષ્ટિ.
ચીર–કપડાં.
भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया।
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ॥६॥
* भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन । अस्वाभावतो बद्धा बद्धा ये किल केचन ।। ७ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com