________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
સમયસાર નાટક ઊંચે. ધાd=દોડે. અભિઅંતર=(અત્યંતર)=અંતરંગમાં. દર્વિતકર્મ-જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ. ભાવિત કર્મ રાગ-દ્વેષ-મોહ આદિ ભાવકર્મ. કલેશ-દુઃખ. પ્રવેસ=પહોંચ. પથકમાર્ગ. પૂરન=પૂર્ણ. પરબ્રહ્મ=પરમાત્મા.
અર્થ - જ્યારે કોઈ વાર આ જીવપદાર્થ અવસર પામીને મિથ્યાત્વનો નાશ કરે છે અને સમ્યકત્વ જળના પ્રવાહમાં વહીને જ્ઞાનગુણના પ્રકાશમાં ઊંચે ચઢે છે ત્યારે તેના અંતરંગમાં દ્રવ્યકર્મ અને ભાવકર્મનું દુઃખ કાંઈ અસર કરતું નથી. તે આત્મશુદ્ધિના સાધન એવા અનુભવના માર્ગમાં લાગીને પરિપૂર્ણ અવસ્થાને પ્રાપ્ત થાય છે. તેને જ પરમાત્મા કહે છે.
ભાવાર્થ- અનંત સંસારમાં પરિભ્રમણ કરતો જીવ કોઈવાર કાળલબ્ધિ, દર્શનમોહનીયનો અનુદય અને ગુરુ-ઉપદેશ આદિનો અવસર પામીને તત્ત્વશ્રદ્ધાન કરે છે ત્યારે દ્રવ્યકર્મો અથવા ભાવકર્મોની શક્તિ શિથિલ થઈ જાય છે અને અનુભવના અભ્યાસથી ઉન્નતિ કરતાં કરતાં કર્મબંધનથી મુક્ત થઈને ઊર્ધ્વગમન કરે છે અર્થાત્ સિદ્ધગતિને પામે છે. ૪.
સમ્યગ્દષ્ટિનો મહિમા (સવૈયા તેવીસા) भेदि मिथ्यात सु वेदि महारस,
भेद-विज्ञान कला जिन्ह पाई। जो अपनी महिमा अवधारत,
त्याग करें उर सौंज पराई। उद्धत रीति फुरी जिन्हके घट,
દોત નિરંતર નોતિ સવાટ્ટ ते मतिमान सुवर्न समान,
लगै तिन्हकौं न सुभासुभ काई।।५।।
निजमहिमरतानां भेदविज्ञानशक्त्या
___ भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः। अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।।४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com