________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
આસ્રવ અધિકાર
શબ્દાર્થ:- ૫રગાસ=પ્રકાશ. તરસ (ત્રાસ )=કષ્ટ. પ્રતિબિંબિત=ઝળકે છે. વાની–વચન પરસ=પ્રવેશ=પહોંચ. અતુલ=અનુપમ.
૧૧૯
અર્થ:- જેના પ્રકાશમાં રાગ-દ્વેષ-મોહ રહેતા નથી, આસવનો અભાવ થાય છે, બંધનો ત્રાસ મટી જાય છે, જેમાં સમસ્ત પદાર્થોના ત્રિકાળવર્તી અનંત ગુણપર્યાય ઝળકે છે અને જે પોતે સ્વયં અનંતાનંત ગુણપર્યાયની સત્તા સહિત છે, એવો અનુપમ, અખંડ, અચળ, નિત્ય, જ્ઞાનનું નિધાન ચિદાનંદ જ સમ્યગ્દર્શન છે. ભાવશ્રુતજ્ઞાન-પ્રમાણથી પદાર્થનો વિચાર કરવામાં આવે તો તે અનુભવગમ્ય છે અને દ્રવ્યશ્રુત અર્થાત્ શબ્દશાસ્ત્રથી વિચારવામાં આવે તો વચનથી કહી શકાતું નથી. ૧૫. એ પ્રમાણે આસ્રવ અધિકા૨ પૂર્ણ થયો. ૫. પાંચમા અધિકારનો સાર
રાગ-દ્વેષ-મોહ તો ભાવાસ્રવ છે અને અશુદ્ધ આત્મા દ્વારા કાર્યણવર્ગણારૂપ પુદ્દગલપ્રદેશોનું આકર્ષિત થવું તે દ્રવ્યાસવ છે. આ દ્રવ્યાસવ અને ભાવાસ્રવથી રતિ સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શનનો ઉદય થતાં જ જીવનું વર્તમાન જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે, આ સમ્યગ્નાનની દશામાં આસ્રવનો અભાવ છે. સમ્યગ્ગાની અવ્રતી પણ કેમ ન હોય, તોપણ તેમને આસ્રવ નથી થતો, એનું કારણ એ છે કે અંતરંગમાં સમ્યગ્દર્શનનો ઉદય થવાથી તેઓ શરીર આદિમાં અહંબુદ્ધિ રાખતા નથી અને વિષય આદિમાં તલ્લીન થતા નથી. જોકે બાહ્યષ્ટિથી લોકોના જોવામાં મિથ્યાદષ્ટિ જીવો અને અવ્રતી સમ્યગ્દષ્ટિઓના વિષય-ભોગ, પરિગ્રહ–સંગ્રહ આદિની પ્રવૃત્તિ એકસરખી દેખાય છે પરંતુ બન્નેના પરિણામોમાં મોટો તફાવત હોય છે, અજ્ઞાનીઓની શુભ-અશુભ ક્રિયા ફળની અભિલાષા સહિત હોય છે અને જ્ઞાની જીવોની શુભાશુભ ક્રિયા ફળની અભિલાષાથી રહિત હોય છે, તેથી અજ્ઞાનીઓની ક્રિયા આસ્રવનું કારણ અને જ્ઞાનીઓની ક્રિયા નિર્જરાનું કારણ થાય છે. જ્ઞાનવૈરાગ્યનો એવો જ મહિમા છે. જેવી રીતે રોગી અભિરુચિ ન હોવા છતાં પણ ઔષધિનું સેવન કરે છે અને ઘણા લોકો શોખ માટે શરબત, મુરબ્બા વગેરે ચાખે છે, તેવી જ રીતે જ્ઞાનીઓના ઉદયની બળજોરીથી આસક્તિ રહિત ભોગવેલ ભોગોમાં અને મોજ માટે ગૃદ્ધિ-સહિત અજ્ઞાનીઓના ભોગોમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com