________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજીવદ્ધાર
પ૭ મહિના* માટે મારી શિખામણ માન અને એકાંત સ્થાનમાં બેસીને રાગ-દ્વેષના તરંગો છોડીને ચિત્તને એકાગ્ર કર, તારા હૃદયરૂપ સરોવરમાં તું જ કમળ બન અને તું જ ભમરો બનીને પોતાના સ્વભાવની સુગંધ લે. જો તું એમ વિચારે કે એનાથી કાંઈ નહિ મળે, તો નિયમથી સ્વરૂપની પ્રાપ્તિ થશે; આત્મસિદ્ધિનો એ જ ઉપાય છે.
વિશેષ - આ પિંડી* ધ્યાન છે. પોતાના ચિત્તરૂપ સરોવરમાં સહસ્ર દળનું કમળ કલ્પિત કરીને પ્રાણાયામ કરવામાં આવે છે જેથી ધ્યાન સ્થિર થાય અને જ્ઞાનગુણ પ્રગટ થાય છે. ૩.
જીવ અને પુદ્ગલનું લક્ષણ (દોહરો) चेतनवंत अनंत गुन, सहित सु आतमराम।
यातें अनमिल और सब , पुदगलके परिनाम।।४।। શબ્દાર્થ:- આતમરામ=નિજ સ્વરૂપમાં રમણ કરનારા આત્મા. યાર્નંગ એનાથી અનમિલ ભિન્ન.
અર્થ- જીવ દ્રવ્ય, ચૈતન્યમૂર્તિ અને અનંતગુણસંપન્ન છે, એનાથી ભિન્ન બીજી બધી પુદ્ગલની પરિણતિ છે.
ભાવાર્થ:- ચૈતન્ય, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ આત્માના અનંત ગુણ છે અને આત્માના ગુણો સિવાય સ્પર્શ, રસ, ગંધ, વર્ણ કે શબ્દ, પ્રકાશ, તડકો, ચાંદની, છાંયો, અંધકાર, શરીર, ભાષા, મન, શ્વાસોચ્છવાસ તથા કામ, ક્રોધ, લોભ, મોહ માયા આદિ જે કાંઈ ઈન્દ્રિય અને મનગોચર છે તે બધુ પૌદ્ગલિક છે. ૪.
* અહીં પાઠમાં જે છ મહિના કહ્યું છે તે સામાન્ય કથન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો જઘન્યકાળ
અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે, શિષ્યને માર્ગમાં લગાડવાની દૃષ્ટિથી જઘન્ય અને ઉત્કૃષ્ટકાળ ન બતાવતાં છ મહિના માટે પ્રેરણા કરી છે. છ મહિનામાં સમ્યગ્દર્શન ઊપજે જ ઊપજે એવો નિયમ નથી. * પિંડસ્થ ધ્યાન સંસ્થાનવિય ધ્યાનનો ભેદ છે, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત-આ રીતે ચાર પ્રકારનું સંસ્થાનવિચય ધ્યાન હોય છે.
चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयं। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।।३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com