________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧O)
પુણ્ય-પાપ એકત્વ દ્વાર
ચોથા અધિકારનો સાર જેનો બંધ વિશુદ્ધ ભાવોથી થાય છે તે પુણ્ય અને જેનો બંધ સંકલેશ ભાવોથી થાય છે તે પાપ છે. પ્રશસ્ત રાગ, અનુકંપા, કલુષતારહિત ભાવ, અરહંત આદિ પંચ પરમેષ્ઠીની ભક્તિ, વ્રત, સંયમ, શીલ, દાન, મંદકષાય આદિ વિશુદ્ધભાવ પુણ્યબંધના કારણ છે અને શાતા, શુભ આયુષ્ય, ઊંચ ગોત્ર, દેવગતિ આદિ શુભનામ પુણ્યકર્મ છે. પ્રમાદ સહિત પ્રવૃત્તિ, ચિત્તની કલુપતા, વિષયોની લોલુપતા, બીજાઓને સંતાપ આપવો, બીજાઓનો અપવાદ કરવો, આહાર, પરિગ્રહું, ભય, મૈથુન-ચારે સંજ્ઞા, ત્રણે કુજ્ઞાન, આર્તરૌદ્રધ્યાન, મિથ્યાત્વ, અપ્રશસ્ત રાગ, દ્વેષ, અવ્રત, અસંયમ, બહુ આરંભ, દુ:ખ, શોક, તાપ, આકંદન, યોગોની વક્રતા, આત્મપ્રશંસા, મૂઢતા, અનાયતન, તીવ્રકષાય આદિ સંકલેશ ભાવ છે-પાપબંધનાં કારણ છે. જ્ઞાનાવરણીય, અશાતા, મોહનીય નરકાયુ, પશુગતિ, અશુભ નામ, નીચ ગોત્ર, અંતરાય આદિ પાપકર્મ છે.
અશુભ પરિણતિ અને શુભ પરિણતિ અને આત્માના વિભાવ છે, બન્નેય આસ્રવ-બંધરૂપ છે, સંવર-નિર્જરાનાં કારણ નથી, તેથી બન્નેય મુક્તિના માર્ગમાં ઘાતક હોવાથી પાપ અને પુણ્ય બન્નેય એક જ છે. જોકે બન્નેનાં કારણ, રસ, સ્વભાવ, ફળમાં અંતર છે તથા પુણ્ય પ્રિય અને પાપ અપ્રિય લાગે છે, તોપણ સોનાની બંડી અને લોઢાની બેડીની જેમ બન્નેય જીવને સંસારમાં સંસરણ કરાવનાર છે. એક શુભોપયોગ અને બીજો અશુભોપયોગ છે શુદ્ધોપયોગ કોઈ પણ નથી તેથી મોક્ષમાર્ગમાં એકેયની પ્રશંસા નથી, બન્નેય ય છે, બન્ને આત્માના વિભાવભાવ છે, સ્વભાવ નથી, બન્ને પુદ્ગલજનિત છે, આત્મજનિત નથી, એનાથી મોક્ષ થઈ શકતો નથી, અને કેવળજ્ઞાન પણ પ્રગટ થતું નથી.
આત્મામાં સ્વભાવ, વિભાવ બે પ્રકારની પરિણતિ થાય છે, સ્વભાવ પરિણતિ તો વીતરાગભાવ છે અને વિભાવ પરિણતિ રાગ-દ્વેષરૂપ છે. આ રાગ અને દ્વેષમાંથી દ્વેષ તો સર્વથા પાપરૂપ છે પરંતુ રાગ પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારનો છે, તેમાં પ્રશસ્ત રાગ પુણ્ય છે અને અપ્રશસ્ત રાગ પાપ છે. સમ્યગ્દર્શન ઉત્પન્ન થવા પહેલાં સ્વભાવભાવનો ઉદય જ થતો નથી માટે મિથ્યાત્વની દશામાં જીવની શુભ અથવા અશુભરૂપ વિભાવ પરિણતિ જ રહે છે, સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થયા પછી કર્મનો સર્વથા અભાવ થતાં સુધી સ્વભાવ અને વિભાવ બન્ને પરિણતિ રહે છે, ત્યાં સ્વભાવ પરિણતિ સંવર-નિર્જરા અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com