________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
સમયસાર નાટક અર્થ:- જેણે સંસારના બધા જ ત્ર-સ્થાવર જીવોને શક્તિહીન કરીને પોતાને આધીન કર્યા છે એવો મહા અભિમાની આસ્રવરૂપ મહા યોદ્ધો મૂછ મરડીને લડાઈનો ઝંડો સ્થાપીને ઊભો થયો. એટલામાં ત્યાં અચાનક જ જ્ઞાન નામનો મહાયોદ્ધો સવાયું બળ ઉત્પન્ન કરીને આવ્યો. તેણે આસ્રવને પછાડ્યો અને રણથંભ તોડી નાખ્યો. આવા જ્ઞાનરૂપી યોદ્ધાને જોઈને પં. બનારસીદાસજી હાથ જોડીને નમસ્કાર કરે છે. ૨.
દ્રવ્યાસવ, ભાવાસવ અને સમ્યજ્ઞાનનું લક્ષણ (સવૈયા તેવીસા) दर्वित आस्रव सो कहिए जहं,
પુરત નીવપ્રલેસ સાર સ્ત્રી भावित आस्रव सो कहिए जहं,
राग विरोध विमोह विकासै।। सम्यक पद्धति सो कहिए जहं,
दर्वित भावित आस्रव नासै। ग्यान कला प्रगटै तिहि थानक,
अंतर बाहिर और न भासै।।३।। શબ્દાર્થ:- દર્વિત આસ્રવ પુદ્ગલ પરમાણુઓનું આગમન. ગરાસૈ=ઘેરી લે. ભાવિત આસ્રવકદ્રવ્ય આસ્રવમાં કારણભૂત આત્માની વિભાવ પરિણતિ. પદ્ધતિ ચાલ. ગ્યાન કલા=જ્ઞાનજ્યોતિ.
અર્થ:- આત્મપ્રદેશોમાં પુદ્ગલનું આગમન તે દ્રવ્યાસ્રવ છે, જીવના રાગ-દ્વેષમોહરૂપ પરિણામ ભાવાગ્નવ છે, દ્રવ્યાસ્રવ અને ભાવાગ્નવનો અભાવ આત્માનું સમ્યક સ્વરૂપ છે. જ્યાં જ્ઞાનકળા પ્રગટ થાય છે ત્યાં અંતરંગ અને બહિરંગમાં જ્ઞાન સિવાય બીજાં કાંઈ દેખાતું નથી. ૩.
भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद् ज्ञाननिर्वृत एव। रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौघान् एषोडभावः सर्वभावास्रवाणाम्।।२२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com