________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૫
કર્તા કર્મ ક્રિયાદ્વાર
જેવું કર્મ તેવો કર્તા. (સવૈયા એકત્રીસા) सुद्धभाव चेतन असुद्धभाव चेतन,
दुहूंकौ करतार जीव और नहि मानिये। कर्मपिंडकौ विलास वन रस गंध फास ,
करता दुहूँकौ पुदगल पखानिये।। तातै वरनादि गुन ग्यानावरनादि कर्म,
नाना परकार पुदगलरूप जानिये। समल विमल परिनाम जे जे चेतनके,
ते ते सब अलख पुरुष यौं बखानिये।।१२।। શબ્દાર્થ:- સુદ્ધભાવ=કેવળદર્શન, કેવળજ્ઞાન, અનંતસુખ આદિ. અસુદ્ધભાવ=રાગ, દ્વેષ, ક્રોધ, માન આદિ. ઔર=બીજું. ફાસ=સ્પર્શ. સમલ=અશુદ્ધ. વિમલ શુદ્ધ. અલખ=અરૂપી. પુરુષ=પરમેશ્વર.
અર્થ - શુદ્ધ ચૈતન્યભાવ અને અશુદ્ધ ચૈતન્યભાવ-બને ભાવોનો કર્તા જીવ છે, બીજો નથી. દ્રવ્યકર્મના પરિણામ અને વર્ણ, રસ, ગંધ, સ્પર્શ-એ બન્નેનો કર્તા પુદ્ગલ છે; એથી વર્ણ, રસાદિ ગુણસહિત શરીર અને જ્ઞાનાવરણાદિ કર્મસ્કંધ એને અનેક પ્રકારની પુદ્ગલ પર્યાયો જાણવી જોઈએ. આત્માના શુદ્ધ અને અશુદ્ધ જે જે પરિણામ છે તે બધા અમૂર્તિક આત્માના છે, એમ પરમેશ્વરે કહ્યું છે. ૧૨.
નોટ:- અશુદ્ધ પરિણામ કર્મના પ્રભાવથી થાય છે અને શુદ્ધ પરિણામ કર્મના અભાવથી થાય છે; એથી બન્ને પ્રકારના ભાવ કર્મજનિત કહી શકાય છે.
आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः। आत्मैव ह्यात्मनो भावा: परस्य पर एव ते ।।११।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com