________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર નાટક છે અને શુભકર્મ સારું છે અથવા અશુભકર્મ ખરાબ છે, એ ભેદ મટીને બન્ને એકસરખા ભાસવા લાગે છે, જેની પૂર્ણ કળાના પ્રકાશમાં લોક-અલોક બધું ઝળકવા લાગે છે, તે કેવળજ્ઞાનરૂપ ચંદ્રમાનું અવલોકન કરીને પં. બનારસીદાસજી મસ્તક નમાવીને વંદન કરે છે. ૨.
પુણ્ય-પાપની સમાનતા (સવૈયા એકત્રીસા) जैसैं काहू चंडाली जुगल पुत्र जने तिनि,
एक दीयौ बांभनकै एक घर राख्यौ है। बांभन कहायौ तिनि मद्य मांस त्याग कीनौ,
चंडाल कहायौ तिनि मद्य मांस चाख्यौ है।। तैसैं एक वेदनी करमके जुगल पुत्र ,
एक पाप एक पुन्न नाम भिन्न भाख्यौ है। दुहूं मांहि दौरधूप दोऊ कर्मबंधरूप,
यातै ग्यानवंत नहि कोउ अभिलाख्यौ है।।३।। શબ્દાર્થ:- જાગલ=બે. બાંભન=બ્રાહ્મણ. ભિન્ન=જુદા. ભાખ્યૌ=કહ્યા. દૌરધૂપ=ભટકવું. અભિલાખૌ=ઈચ્છયું.
અર્થ- જેવી રીતે કોઈ ચંડાળણીને બે પુત્ર થયા, તેમાંથી તેણે એક પુત્ર બ્રાહ્મણને આપ્યો અને એક પોતાના ઘરમાં રાખ્યો. જે બ્રાહ્મણને આપ્યો તે બ્રાહ્મણ કહેવાયો અને મધ-માંસનો ત્યાગી થયો, પણ જે ઘરમાં રહ્યો તે ચંડાળ કહેવાયો અને મધ-માંસનો ભક્ષક થયો. તેવી જ રીતે એક વેદનીય કર્મના પાપ અને પુણ્ય ભિન્ન ભિન્ન નામ વાળા બે પુત્ર છે, તે બન્નેમાં સંસારનું ભટકવું છે અને બન્ને બંધ-પરંપરાને વધારે છે તેથી જ્ઞાનીઓ કોઈની પણ અભિલાષા કરતા નથી.
जति मदिरां ब्राह्मणत्वाभिमाना
दन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव। द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः
शुद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण।।२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com