________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
સમયસાર નાટક કાર્માણવર્ગણાઓ ભરેલી છે, આ કાર્માણવર્ગણાઓમાં એવી શક્તિ છે કે આત્માના રાગ-દ્વેષનું નિમિત્ત પામીને તે કર્મરૂપ થઈ જાય છે. તેથી સ્પષ્ટ છે કે જ્ઞાનાવરણીય આદિ કર્મ પુદ્ગલ રૂપ છે, અચેતન છે, પુદ્ગલ જ એનો કર્તા છે-આત્મા નહિ, હા, રાગ-દ્વેષ-મોહું આત્માના વિકાર છે. એ આત્મા-જનિત છે અથવા પુગલ-જનિત છે એનું બૃહદ્ દ્રવ્યસંગ્રહમાં ઘણું સારું સમાધાન કર્યું છે, તે આ રીતે છે કે –જેમ સંતાનને ન તો એકલી માતાથી જ ઉત્પન્ન કરી શકીએ અને ન એકલા પિતાથી ઉત્પન્ન કરી શકીએ, પરંતુ બન્નેના સંયોગથી સંતાનની ઉત્પત્તિ છે, તેવી જ રીતે રાગ-દ્વેષ-મોહ ન તો એકલો આત્મા ઉપજાવે છે અને ન એકલું પુદ્ગલ પણ ઉપજાવે છે. જીવ અને પુદ્ગલ બન્નેના સંયોગથી રાગ-દ્વેષ-મોહ ભાવકર્મની ઉત્પત્તિ છે. જે એકલા પુદ્ગલથી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય તો કલમ, કાગળ, ઈટ, પથ્થર આદિમાં પણ રાગ-દ્વેષ-મોટું હોત, જો એકલા આત્માથી ઉત્પન્ન થાય તો સિદ્ધ આત્મામાં પણ રાગ-દ્વેષ હોત. વિશેષ લખવાથી શું ? રાગ-દ્વેષ-મોહ પુદ્ગલ અને આત્મા બન્નેના સંયોગથી છે, જીવ-પુગલ પરસ્પર એકબીજાને માટે નિમિત્તનૈમિત્તિક છે, પરંતુ આ ગ્રંથ નિશ્ચયનયનો છે તેથી અહીં રાગ-દ્વેષ-મોહને પુદ્ગલજનિત બતાવ્યા છે. એ આત્માનું નિજસ્વરૂપ નથી. એવી જ રીતે શુભાશુભ ક્રિયા પૌગલિક કર્મોના ઉદયથી જીવમાં થાય છે, તેથી ક્રિયા પણ પુગલ-જનિત છે. સારાંશ એ કે શુભાશુભ કર્મ અથવા શુભાશુભ ક્રિયાને આત્માનાં માનવી અને તે બન્નેનો કર્તા જીવને ઠરાવવો એ અજ્ઞાન છે. આત્મા તો પોતાના ચિભાવ કર્મ અને ચૈતન્ય ક્રિયાનો કર્તા છે અને પુદગલ કર્મોનો કર્તા પુદ્ગલ જ છે. મિથ્યાત્વના ઉદયથી જીવ શાતા-અશાતા આદિ કર્મ અને દયા, દાન, પૂજા અથવા વિષય-કપાયાદિ શુભાશુભ ક્રિયામાં અહંબુદ્ધિ કરે છે કે મારાં કર્મ છે, મારી ક્રિયા છે, આ મિથ્યાભાવ છે, બંધનું કારણ છે, બંધ-પરંપરાને વધારે છે અને શુભાશુભ ક્રિયામાં અહંબુદ્ધિ ન કરવી અર્થાત્ પોતાની ન માનવી અને તેમાં તન્મય ન થવું-એ સમ્યક્રસ્વભાવ છેનિર્જરાનું કારણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com