________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
સમયસાર નાટક અર્થ - જેવી રીતે જળનો એક વર્ગ છે, પરંતુ ગેરુ, રાખ, રંગ આદિ અનેક વસ્તુઓનો સંયોગ થતાં અનેકરૂપ થઈ જવાથી ઓળખવામાં આવતો નથી, પછી સંયોગ દૂર થતાં પોતાના સ્વભાવમાં વહેવા લાગે છે, તેવી જ રીતે આ ચૈતન્યપદાર્થ વિભાવ-અવસ્થામાં ગતિ, યોનિ, કુળરૂપ સંસારમાં ચક્કર લગાવ્યા કરે છે, પછી અવસર મળતાં નિજસ્વભાવને પામીને અનુભવના માર્ગમાં લાગીને કર્મબંધનો નાશ કરે છે અને મુક્તિને પ્રાપ્ત થાય છે. ૩૧.
મિથ્યાદષ્ટિ જીવ કર્મનો કર્તા છે. (દોહરા) निसि दिन मिथ्याभाव बहु, धरै मिथ्याती जीव।
तातै भावित करमकौ, करता कह्यौ सदीव।। ३२।। શબ્દાર્થ:- નિસિદિન=હંમેશાં. તાતેં તેથી. ભાવિત કરમ=રાગ-દ્વેષ-મોહ આદિ. સદીવ=સદેવ.
અર્થ - મિથ્યાદષ્ટિ જીવ સંદેવ મિથ્યાભાવ રાખ્યા કરે છે, તેથી તે ભાવકર્મોનો
કર્તા છે.
ભાવાર્થ- મિથ્યાદષ્ટિ જીવ પોતાની ભૂલથી પરદ્રવ્યોને પોતાના માને છે, જેથી મેં આ કર્યું, આ લીધું, આ દીધું વગેરે અનેક પ્રકારના રાગાદિભાવ કર્યા કરે છે, તેથી તે ભાવકર્મનો કર્તા થાય છે. ૩ર.
મિથ્યાત્વી જીવ કર્મનો કર્તા અને જ્ઞાની અકર્તા છે. ( ચોપાઈ) करै करम सोई करतारा।
जो जानै सौ जाननहारा।। जो करता नहि जानै सोई।
जानै सो करता नहि होई।।३३।।
विकल्पक : परं कर्ता विकल्पः कर्म केवलं।
न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।।५०।। यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलं। यः करोति न हि वेत्ति स क्वचित् यस्तु वेत्ति न करोति स क्वचित्।। ५१।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com