________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
સમયસાર નાટક મિથ્યાત્વ અને સમ્યકત્વનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) महा धीठ दुखकौ वसीठ परदर्वरूप,
अंधकूप काहूपै निवार्यो नहि गयौ है। ऐसौ मिथ्याभाव लग्यौ जीवकौं अनादिहीको,
याही अहंबुद्धि लिए नानाभांति भयौ है।। काहू समै काहूकौ मिथ्यात अंधकार भेदि,
ममता उछेदि सुद्ध भाव परिनयौ है। तिनही विवेक धारि बंधकौ विलास डारि,
आतम सकतिसौं जगत जीत लयौ है।।११।। શબ્દાર્થ- ધીઠ (ધૃષ્ટ)=હઠીલો. વસીઠ-દૂત. નિવાર=દૂર કર્યો. સર્મ (સમય) ઉછેદિકખસેડીને. પરિનયૌથયો. સક્તિ (શક્તિ)=બળ.
અર્થ:- જે અત્યંત કઠોર છે, દુઃખોનો દૂત છે, પરદ્રવ્ય જનિત છે, અંધારિયા કૂવા સમાન છે, કોઈથી ખસેડી શકાતો નથી* એવો મિથ્યાત્વ ભાવ જીવને અનાદિકાળથી લાગી રહ્યો છે. અને એ જ કારણે જીવ, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરીને અનેક અવસ્થાઓ ધારણ કરે છે. જો કોઈ જીવ કોઈ વખતે મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરે અને પરદ્રવ્યમાંથી મમત્વભાવ ખસેડીને શુદ્ધભાવરૂપ પરિણામ કરે તો તે ભેદવિજ્ઞાન ધારણ કરીને બંધના કારણોને* દૂર કરીને, પોતાની આત્મશક્તિથી સંસારને જીતી લે છે અર્થાત્ મુક્ત થઈ જાય છે. ૧૧.
* મિથ્યાત્વ વિભાવભાવ છે તેને દૂર કરીને અનંત જીવ મુક્ત થયા છે. પણ હા,મુશ્કેલીથી દૂર થાય છે
એ દષ્ટિએ ‘નિવાર નહિ ગયો હૈ” એ પદ આપ્યું છે.
* મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ.
आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै
१र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्
तत्किं ज्ञानधनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।।१०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com